ઉતાવળ કરજો, રહી ના જાવ! 256GB વાળો iPhone 15 Pro 41 હજાર રૂપિયા સસ્તો! જાણો વિગતે..
જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો તો તમને 5 ટકાનું કેશબેક પણ મળશે. તમે EMI પર પણ સામાન ખરીદી શકો છો અને 1 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો.
Trending Photos
Flipkart પર એક મોટો સેલ ચાલી રહ્યો છે જે 9 ઓક્ટોબરથી શરૂ થયો છે અને 13 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલ દરમિયાન જો તમે એક્સિસ બેંક, BOBCARD, RBL બેંક અથવા તો યસ બેંકનું કાર્ડ યૂઝ કરો છો તો તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો તો તમને 5 ટકાનું કેશબેક પણ મળશે. તમે EMI પર પણ સામાન ખરીદી શકો છો અને 1 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો.
આ સેલમાં Samsung, Apple, Motorola અને Vivo જેવી મોટા બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ભારે છૂટ મળી રહી છે. તમે આ ફોનને ખુબ જ ઓછી કિંમત પર ખરીદી શકો છો. આ સેલમાં સૌથી ખાસ વાત એ છે કે iPhone 15 Pro પર ખુબ જ મોટી છૂટ મળી રહી છે.
iPhone 15 Pro discount
iPhone 15 Pro ને ભારતમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની શરૂઆી કિંમત 1 લાખ 34 હજાર 900 રૂપિયા હતી. પરંતુ હવે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં આ ફોનના 256GB વાળા મોડલને 1 લાખ 15 હજાર 999 રૂપિયામાં ખરીદી શકો છો.
જો તમારી પાસે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો તમે iPhone 15 Pro પર 7,750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે ફોનની કિંમત 1 લાખ 8 હજાર 249 રૂપિયા હોઈ શકે છે.
જો તમારી પાસે જૂનો ફોન છે તો તમે તેણે એક્સચેંજ કરીને 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. જો તમે Google Pixel 7a ને એક્સચેંજ કરો છો તો તમે iPhone 15 Pro ને માત્ર 88,099 રૂપિયામાં ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે