નાગરિકતા કાયદા પર ચીનનું મોટું નિવેદન, જાણીને હોબાળો મચાવતા પાકિસ્તાનને ધ્રાસકો પડશે
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને ભલે પાકિસ્તાન (Pakistan) હો હા કરતુ હોય અને તેણે આ કાયદાને મુસ્લિમો (Muslims) ના ઉત્પીડન તરીકે ગણાવ્યો હોય પંરતુ તેના ખાસ મિત્ર એવા ચીને આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને ભલે પાકિસ્તાન (Pakistan) હો હા કરતુ હોય અને તેણે આ કાયદાને મુસ્લિમો (Muslims) ના ઉત્પીડન તરીકે ગણાવ્યો હોય પંરતુ તેના ખાસ મિત્ર એવા ચીને આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોલકાતામાં ચીન (china) ના કોન્સ્યુલ જનરલ ઝા લિયોઉએ કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે આ ભારત સાથે જોડાયેલો મામલો છે અને તેણે જ તેને પતાવવાનો છે. એક કાર્યક્રમમાં મીડિયાના સવાલનો જવાબ આપતા ચીની રાજદૂતે કહ્યું કે "આ ભારતનો આંતરિક મામલો છે. અમારે તેના વિશે કશું કહેવું નથી. આ તમારો દેશ છે અને તમારા બધા મુદ્દાની પતાવટ તમારે જ કરવાની છે."
તેમણે કહ્યું કે ભારત (India) અને ચીનના શાનદાર સંબંધ છે. ગત સપ્તાહે સંસદમાંથી પસાર થયેલા નાગરિકતા સંશોધન કાયદા બાદ પૂર્વોત્તર અને દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરીને આ કાયદો પાછો ખેંચવા જણાવ્યું છે. આ એક્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર ઉત્પીડનનો શિકાર થઈ રહેલા હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તિ સમુદાયોના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ગત અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવાધિકાર સંસ્થાએ આ કાયદાની ટીકા કરીને કહ્યું હતું કે આ ભેદ પેદા કરનારો કાયદો છે.
જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ
શું કહે છે પાકિસ્તાન?
ભારતના આ નાગરિકતા સંશોધન કાયદા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંને કારણે દક્ષિણ એશિયામાં એક મોટી શરણાર્થી સમસ્યા પેદા થઈ રહી છે. ભારતે ઈમરાન ખાનની ટિપ્પણીના જવાબમાં કહ્યું કે આવી નકામી ટિપ્પણી ભારત પ્રત્યે તેમની ધૃણા અને પૂર્વાગ્રહનો પરિચય આપે છે. ભારતે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન પોતાના દેશ માટે કામ કરે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube