જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ

રાજધાની દિલ્હીમાં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા 10 લોકોમાંથી 3 વિસ્તારના ખરાબ ચરિત્રવાળા વ્યક્તિઓ છે. તેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પકડી લેવાયા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કોઈ પણ જામિયાનો વિદ્યાર્થી નથી. 

ધરપકડ કરાયેલા લોકોમાં દાનિશ, દિલશાદ, મોહમ્મદ હનીફ, શરીફ અહેમદ, સમીર અહેમદ, મોહમ્મદ દાનિશ, ઈનલ હુસૈન, અનવર કાલા, યુનુસ અને જુમ્મન સામેલ છે. રવિવારે જામિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલે પોલીસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત આ એફઆઈઆરમાં સાત વધુ લોકોના નામ પણ છે. 

મંગળવારે દિલ્હીના સીલમપુર અને જાફરાબાદ વિસ્તારોમાં પણ ભયંકર હિંસા થઈ હતી અને પોલીસનું કહેવું છે કે આ હિંસા અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મતીન અહેમદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાજી ઈશરાકના નેતૃત્વમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ભાષણ અપાયું હતું. પ્રદર્શન બાદ ત્યાં જામ લાગી ગયો હતો અને જ્યારે પોલીસ ભીડને ખદેડવા પહોંચી તો ભીડે હિંસા શરૂ કરી દીધી હતી. પોલીસવાળાઓને દોડાવી દોડાવીને માર્યા, શાળાની બસોને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ બસોમાં શાળાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ હતાં. 

FIRમાં આઈસા અને આપની સ્ટુડન્ટ વિંગના પદાધિકારીનું પણ નામ
જામિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં બધી વિગતો સ્પષ્ટ છે. જેમાં દિલ્હીના એક પૂર્વ ધારાસભ્ય , આઈસાના એક પદાધિકારી/સભ્ય, આમ આદમી પાર્ટીની સીવાઈએસએસ સ્ટુડન્ટ વિંગના એક પદાધિકારી અને એક પદાધિકારી સભ્ય એસઆઈઓના છે. 

જામિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર 0298 એસએચઓ ઉપેન્દ્ર સિંહના નિવેદન પર 16 ડિસેમ્બર 2019ના રોજ નોંધાઈ છે. જ્યારે ઘટનાસ્થળ જામિયા મિલિયા વિવિનો ગેટ નંબર 4.7.8ની બહાર મૌલાના મોહમ્મદ અલી જૌહર માર્ગ છે. આઈએએનએસ પાસે આવેલી કોપીમાં જે લોકોના નામ આરોપી તરીકે નોંધાયેલા છે તેમાં સૌથી પહેલું નામ અબુલ ફઝલ જામિયા નગર નિવાસી કોઈ આશુ ખાનનું છે. એફઆઈઆરમાં આશુને સ્થાનિક નેતા ગણાવવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

બીજુ નામ મુસ્તફાનું છે. તે પણ લોકલ પોલિટિશિયન છે. ત્રીજા નંબરે સ્થાનિક નેતા અને આરોપી તરીકે અબુલ ફઝલ નિવાસી હૈદરનું નામ છે. જામિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં ચોથું અને મહત્વપૂર્ણ નામ દિલ્હીના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનનું છે. જેમના પર રમખાણો ભડકાવવાનો, ભીડને ઉક્સાવવાનો, સરકારી કામમાં વિધ્ન નાખવાનો, પોલીસ પર હુમલો કરવાનો આરોપ છે. એફઆઈઆરમાં પાંચમા નંબર પર આઈસાના ચંદનકુમારનું નામ છે. ચંદનકુમારના સરનામાની જગ્યાએ એફઆઈઆરમાં જામિયા વિવિ, જામિયા નગર જ નોંધાયેલુ છે. 

છઠ્ઠુ નામ આસિફ તન્હાનું છે. આસિફ તન્હાના સરનામાની જગ્યાએ પણ જામિયા વિવિ જ નોંધાયેલુ છે. જ્યારે એફઆઈઆરમાં છેલ્લે આરોપી તરીકે જામિયા વિવિ સીવાયએસએસના કાસિમ ઉસ્માનીનું નામ છે. આ એફઆઈઆર જામિયા નજગર પોલીસ સ્ટેશનના એસએચઓના નિવેદન પર નોંધાયેલુ છે. એસએચઓએ એફઆઈઆરમાં લખાવ્યું છે કે બે દિવસથી વિસ્તારમાં કેટલાક લોકો વિદ્યાર્થીઓ સાથે મળીને શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. રવિવારે 15 ડિસેમ્બરે બપોરે લગભઘ 3 વાગે પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન, અને તેમની સાથે હાજર આશુ ખાન, મુસ્તફા, હૈદર, આસિફ તન્હા, ચંદનકુમાર, કાસિમ ઉસ્માની વિદ્યાર્થી વચ્ચે ફરી ફરીને નારેબાજી કરવા લાગ્યા હતાં. તેઓ બધા વિદ્યાર્થીને બે-ત્રણ દિવસથી ભડકાવી રહ્યાં હતાં. કેબ અને એનઆરસીના વિરોધમાં વિદ્યાર્થીઓની ભીડને ઉક્સાવી રહ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news