નવી દિલ્હી: Citizenship Amendment Bil માટે ભાજપ મક્કમ છે. કેન્દ્રની સત્તામાં બિરાજમાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના તમામ સાંસદોને નવથી 11 ડિસેમ્બર દરમિયાન સંસદમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પાર્ટી દ્વારા જાહેર વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે ''ભાજપના તમામ લોકસભા સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવે છે કે સોમવાર, નવ ડિસેમ્બરથી માંડીને 11 ડિસેમ્બર 2019 સુધી લોકસભામાં કેટલાક મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા માટે લેવામાં આવશે અને તેમને મંજૂર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હિપમાં ભાજપ સભ્યોને સદનમાં હાજર રહેવા અને સરકારના વલણનું સમર્થન કરવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાક મહત્વપૂર્ણ બિલ જે સોમવારે રજૂ કરવામાં આવશે, તેમાં નાગરિકતા સંશોધન બિલ  2019 સામેલ છે જેના હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તા અને બાંગ્લાદેશમાં ઉત્પીડનના લીધે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. 


આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ સોમવારે આર્મ્સ અમેંડમેંટ બિલ 2019 ચર્ચા માટે લાવશે. વિદેશ મંત્રી એસ. જયશંકર એન્ટી મેરીટાઇમ પાયરેસી બિલ 2019 લાવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube