પટના: ચૂંટણી વ્યૂહરચનાકારના નામખી જાણીતા પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં જ પ્રશાંત કિશોરે જેડીયૂનો હાથ પકડ્યો હતો. સીએમ નીતીશ કુમારે તેમને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરે જેડીયૂ જોઇન્ટ કર્યા બાદથી સતત એવું જાણવા મળી રહ્યું હતું કે તેમને કોઇ મોટા પદ આપવામાં આવી શકે છે.


વાંચવા માટે ક્લિક કરો: હિસાર: હત્યાના 2 મામલામાં સ્વયં ભૂ બાબા રામપાલ સહિત 15ને આજીવન કેદ અને 1-1 લાખનો દંડ


દિલ્હી: 5 સ્ટાર હોટલમાં BSP નેતાના પૂત્રની દાદાગીરી, પિસ્તોલ દેખાડી આપી ધમકી


જેડીયૂના પ્રધાન મહાસચિવ કેસી ત્યાગીએ પ્રશાંત કિશોરને ઉપાધ્યક્ષ બનાવવાના નિર્ણયનો સ્વાગત કર્યો છે સાથે જ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ઉપરાંત પાર્ટીના પ્રવક્તા સંજય સિંહે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.


વાંચવા માટે ક્લિક કરો: આંબેડકર, પટેલની સાથે નેતાજીને પણ અપનાવ્યા બીજેપીએ, ઉજવશે આઝાદ હિન્દ ફોજની 75મી વર્ષગાંઠ


કેસી ત્યાગીએ કહ્યું કે પ્રશાંત કિશોરની પસંદગીનું અમે સ્વાગત કરી છે. પાર્ટી તે ક્ષેત્રોમાં પણ સારુ પ્રદર્શન કરશે, જ્યાં અમે નબળા રહ્યાં હતા. ત્યાં પાર્ટીને નવું પરિણામ આપવામાં સફળ થઇશું એવો મારો વિશ્વાસ છે. જેડીયૂમાં નંબર બેની સ્થિતિના સવાલ પર તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની ભૂમિકા નક્કી કરશે. તેઓ ખુબ મહત્વપૂર્ણ પદાધિકારી રહેશે તેમાં કોઈ બે મંતવ્યો નથી.


દેશના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...