નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપ લગાવનાર અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ ફટકારી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપ લગાવનાર કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી જવાબ માગ્યો છે. આ મામલે આગામી સુનાવણી ગુરૂવાર (2 મે) થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આજે પણ જીવતો છે ‘હિમમાનવ’, પગના નિશાન મળતા સેના પણ ચોંકી ઉઠી


કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માગ કરી છે કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને તાત્કાલીક આદેશ આપે કે પીએમ મોદી અને અમિત શાહની સામે આદર્શ આચર સંહિતાના ઉલ્લંઘન મામલે ફરિયાદ નોંધાવી છે તેના પર પંચ કાર્યવાહી કરે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ અને અમિત શાહએ વોટ માગવા માટે સશસ્ત્ર દળો અને રક્ષાકર્મીઓનો ઉલ્લેખ કર્યો છે.


વધુમાં વાંચો: નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ


સુષ્મિતા દેવની અરજી
તમને જણાવી દઇએ કે સુષ્મિતા દેવ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની અધ્યક્ષ છે. તેઓ વર્તમાનમાં આસામના સિલચર લોકસભા બેઠકની સાંસદ છે અને 17મી લોકસભા માટે તેઓ અહીંથી કોંગ્રેસના ઉમેદવાર પણ છે. આ પહેલા કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અને અમિત શાહએ ચૂંટણી દરમિયાન બધા દળોને સમાન તકના મુદ્દાને લઇને છેતરપીંડી કરી છે.


વધુમાં વાંચો: સુપ્રીમ કોર્ટમાં રાફેલ કેસની સુનાવણી, કેન્દ્રએ સુનાવણી સ્થગિત કરવા કર્યો અનુરોધ


સિંઘવીએ આ મામલે ચૂંટણી પંચના મૌનને લઇને સવાલ પણ ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચથી આ સવાલ કર્યો હતો કે, શું મોદી અને અમિત શાહ ચૂંટણી આચાર સંહિતાના દયરાથી બહાર છે. સિંઘવીએ ચૂંટણી પંચને ‘ઇલેક્શન ઓમિશન’ કહેતા આચાર સંહિતાને ‘મોદી કોડ ઓફ કંડક્ટ’ કહ્યું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, બંને નેતા આચાર સંહિતાનો વ્યાપક રીતથી ભંગ કરતા, તેમના ભાષણોમાં વોટનું ધ્રુવીકરણ, ચૂંટણી પ્રચાર દરમિયાન સશસ્ત્ર દળોનો ઉલ્લેખ અને મતદાનના દિવસે રેલીઓ કરી રહ્યાં છે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...