નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ને મળવા માટે પાંચ લોકો પોતાની કાર સાથે તેમના ઘરના કમ્પાઉન્ડમાં પહોંચી ગયા હતાં, જેને સુરક્ષામાં મોટી ચૂંક ગણવામાં આવી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) પણ આ ઘટનાની તપાસનું વચન આપ્યું છે. આ મામલે ત્રણ લોકોને સસ્પેન્ડ પણ કરાયા છે. જો કે પ્રિયંકાના ઘરમાં આ રીતે ઘૂસી જનારી કાર કોંગ્રેસના જ મહિલા નેતાની નીકળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, રોબર્ટ વાડ્રાએ તેને મહિલા સુરક્ષા સાથે જોડી દીધો


કોંગ્રેસના મહિલા નેતા શારદા ત્યાગી (Sharda Tyagi) ના પુત્ર ચંદ્ર શેખર એમએલસી (MLC)ની ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને તેમના સમર્થન માટે પ્રિયંકાને મળવાનો સમય લેવાનો હતો. 25 નવેમ્બરના રોજ  બપોરે લગભગ 3 વાગે કોંગ્રેસ નેતા શારદા ત્યાગી પોતાની પુત્રીને દિલ્હી એમ્સ લઈ જવા નીકળ્યા હતાં. આ દરમિયાન તેઓ પ્રિયંકા ગાંધીને મળવાનો સમય લેવાના હેતુથી તેમના બંગલે જઈ પહોંચ્યા. શારદા સાથે તેમની પુત્રી, પૌત્ર, પુત્રીનો છોકરો અને ડ્રાઈવર હતાં. પરંતુ જેવી ગાડી પ્રિયંકા ગાંધીના બંગલાના દરવાજે પહોંચી કે સુરક્ષા ગાર્ડે ગેટ ખોલી નાખ્યો. કારમાં સવાર લોકો પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં અને પાછળ જોવા લાગ્યા હતાં કે ક્યાંક ગેટ કોઈ બીજી ગાડી માટે તો નથી ખોલાયો ને? પરંતુ પાછળ તો કોઈ ગાડી નહતી તો તેમણે પોતાની ટાટા સફારી ગાડી સીધી અંદર ઘૂસાડી દીધી. 


SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે


કોંગ્રેસના મહિલા નેતાએ જણાવ્યું કે તે સમયે પ્રિયંકા ગાંધી ઘરમાં જ હાજર હતાં. શારદા ત્યાગીએ પ્રિયંકા ગાંધીને પોતાનું નામ જણાવ્યું અને મળવાનો સમય માંગ્યો તો પ્રિયંકા ગાંધી તેમને પોતાના અંગત સચિવ સંદીપને ફોન કરીને ટાઈમ લેવાનું કહ્યું હતું. આ બધા વચ્ચે કોંગ્રેસના મહિલા નેતાના બાળકોએ પ્રિયંકા ગાંધી સાથે સેલ્ફી પણ લીધી, ત્યારબાદ પાંચેય જણા પાછા ફરી ગયા હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube