Priyanka gandhi News

ગાંધી પરિવારના નિશાન પર ગુજરાતઃ મુન્દ્રા પોર્ટ પર જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ?
દારૂ અને ડ્રગ્સની બદીએ ગુજરાતને બદનામ કરી દીધું છે. ગુજરાતમાં હવે દારૂ-ડ્રગ્સનુ હબ બની ગયું છે. જેને કારણે હવે ગુજરાત વિરોધ પક્ષના નિશાના પર આવી ગયું છે. વિપક્ષોના નિશાન પર ગુજરાત આવ્યુ છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લા મહિનાથી પકડાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે કેમિકલ કાંડ બાદ ફરીથી આ વિવાદ ઉઠ્યો છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ લોકો છે, જે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાને પનાહ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે કે પછી માફિયા સરકાર છે. આ મુદ્દે હવે પ્રિયંકા ગાંધીએ પણ સવાલો કર્યાં છે. 
Aug 1,2022, 15:08 PM IST

Trending news