Indira Gandhi Third Son Kamal Nath: રાહુલ ગાંધી એમપી પહોંચે એ પહેલાં કોંગ્રેસના કદાવર નેતા ભાજપમાં જોડાશેના પ્લાનનો ભાજપ અમલ કરી રહી છે.  કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ સાથે દિલ્હીમાં છે. તેઓ આજે ભાજપના વરિષ્ઠ નેતાઓને મળશે. શક્ય છે કે તેમનો પુત્ર નકુલનાથ ભાજપમાં જોડાશે. લગભગ 60 વર્ષથી કોંગ્રેસમાં રહેલા કમલનાથ ભાજપમાં જોડાયા હોવાની ચર્ચા છે. આખરે, કમલનાથ તેમના રાજકારણના છેલ્લા તબક્કામાં ગાંધી પરિવાર સાથેના સંબંધો કેમ તોડી રહ્યા છે? એ હાલમાં સૌથી વધારે ચર્ચાતો સવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા


એમપીના કદાવર નેતા કમલનાથનો કોંગ્રેસ સાથે લગભગ 60 વર્ષથી સંબંધ છે. તેઓ ગાંધી પરિવારના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. ઈન્દિરા ગાંધીએ તેમને પોતાનો ત્રીજો પુત્ર કહ્યો. કમલનાથ પોતે આખી જિંદગી ઈન્દીરાને માતાને બોલાવતા રહ્યા. કમલનાથ સંજય ગાંધી અને રાજીવ ગાંધીના ખાસ કમાન્ડર હતા. રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ તેઓ પહેલા સોનિયા ગાંધી અને પછી રાહુલ ગાંધીના સલાહકાર રહ્યા હતા. સમાચાર છે કે કમલનાથ છિંદવાડાનો કિલ્લો બચાવવા માટે કોંગ્રેસ સાથે સંબંધ તોડવા જઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પુત્ર નકુલનાથનું ભવિષ્ય સુધારવા માટે તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એ દીકરાના ભવિષ્ય માટે ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.  


Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર


છીંદવાડાનો કિલ્લો બચાવવા ભાજપ સાથે ગઠબંધન
મૂળ કાનપુરના કમલનાથે 1980માં છિંદવાડાથી પહેલીવાર ચૂંટણી લડી હતી. 1997 સિવાય તેઓ છિંદવાડાથી સતત 9 વખત જીત્યા છે. જ્યારે તેઓ પોતે ચૂંટણી લડ્યા ન હતા ત્યારે તેમનો પરિવાર છિંદવાડામાંથી જીત્યો હતો. 1996માં તેમની પત્ની અલકાનાથ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના સીએમ બન્યા ત્યારે તેમણે છિંદવાડા સીટ તેમના પુત્ર નકુલનાથને આપી દીધી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલા છીંદવાડાનો કિલ્લો તેમની નબળી નસ બની ગયો છે, જેના પર તેઓ કોઈપણ સંજોગોમાં હારવા માંગતા નથી.


ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ


સંજય ગાંધી અને કમલનાથ બંને બાળપણના મિત્રો હતા
કટોકટી દરમિયાન સંજય ગાંધીએ યુવા નેતાઓની કોર ટીમ બનાવી હતી. તે ટીમમાં જગદીશ ટાઇટલર, કમલનાથ, આરકે ધવન અને રુખસાના સુલતાના જેવા નેતાઓ સામેલ હતા.  સંજય ગાંધી અને કમલનાથ બંને બાળપણના મિત્રો હતા. બંનેએ દૂન સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. બાદમાં કમલનાથે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.કોમ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સંજય ગાંધીની મિત્રતાના કારણે તેમણે 1968માં યુથ કોંગ્રેસ સાથે રાજકીય ઇનિંગ શરૂ કરી હતી. ઈમરજન્સી પછી મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની હતી. 


ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ


એમપીનો કિલ્લો ભાજપનો મજબૂત બની જશે
કહેવાય છે કે કમલનાથ હંમેશા ઈન્દિરા ગાંધીને માતા કહીને બોલાવતા હતા. સંજય ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ તેઓ ગાંધી પરિવારના વિશ્વાસુ નજીકના સહયોગીઓમાં રહ્યા હતા. કમલનાથ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. નરસિમ્હા રાવની સરકારમાં પ્રથમ વખત પર્યાવરણ મંત્રી અને કાપડ મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા હતા. મનમોહન સિંહની પ્રથમ સરકારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા હતા. યુપીએ-2માં માર્ગ પરિવહન, શહેરી વિકાસ અને સંસદીય બાબતોનું મંત્રાલય પણ સંભાળ્યું હતું. 2018માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા. એમપીમાં કોંગ્રેસ હંમેશાં કમલનાથ અને દિગ્વીજયસિંહની આસપાસ રહી છે. એમપીમાં કમલનાથ કોંગ્રેસના કદાવર નેતા ગણાય છે. એમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને એમપીમાં મોટો ફટકો પડશે. સિંધિયા પહેલાંથી ભાજપમાં જોડાઈ ગયા છે હવે કમલનાથના જોડાવવાથી એમપીનો કિલ્લો ભાજપનો મજબૂત બની જશે. 


Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત


આ ઘટનાએ કમલનાથને ગાંધી પરિવારની નજીત લાવી દીધા
નવી સરકારે સંજય ગાંધી અને સરકારની ઉચાપતની તપાસ કરવા શાહ કમિશનની રચના કરી. ફિલ્મ 'કિસ્સા કુરસી કા'ની રીલ અને પ્રિન્ટ સળગાવવા બદલ સંજય ગાંધીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ રાશિદ કિદવાઈના પુસ્તક 'લીડર-એક્ટરઃ બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં પણ કરવામાં આવ્યો છે. પત્રકાર વિનોદ મહેતાએ તેમના પુસ્તક 'સંજય ગાંધી-અનટોલ્ડ સ્ટોરી'માં લખ્યું છે કે ઈન્દિરા ગાંધી જેલમાં રહેલા સંજય ગાંધીની સુરક્ષાની ચિંતા હતી. ત્યારબાદ એક કેસની સુનાવણી દરમિયાન કમલનાથે જજ સાથે ઝઘડો કર્યો હતો. નારાજ જજે તેમને સાત દિવસ માટે તિહાર જેલમાં મોકલી દીધો. આ ઘટનાએ કમલનાથને ગાંધી પરિવારની નજીક બનાવી દીધા હતા.


તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો


કાનપુરના કમલનાથે છિંદવાડાથી ચૂંટણી લડી હતી
1979માં આંતરકલહને કારણે મોરારજી દેસાઈની સરકાર પડી. ચૌધરી ચરણ સિંહ 28 જુલાઈ 1979ના રોજ કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસે પાંચ મહિના પછી ટેકો પાછો ખેંચી લીધો અને જાન્યુઆરી 1980માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં સંજય ગાંધીએ પોતાના તમામ નજીકના લોકોને મેદાનમાં ઉતાર્યા હતા. યુવાનોને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. કાનપુરના કમલનાથે છિંદવાડાથી ચૂંટણી લડી હતી. ઈન્દિરા ગાંધી 13 ડિસેમ્બર 1979ના રોજ તેમના માટે પ્રચાર કરવા છિંદવાડા પહોંચ્યા હતા. આ બેઠકમાં ઈન્દિરા ગાંધીએ કમલનાથને રાજીવ ગાંધી અને સંજય ગાંધી પછી તેમના ત્રીજા પુત્ર ગણાવતા તેમને જીતાડવા માટે અપીલ કરી હતી.