ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી

Lizards: ઘરમાંથી ગરોળી ભાગડવા માટે લોકો અનેક પ્રયોગો કરતા હોય છે. ગરોળીને જોઈને પણ ચીતરી ચડી જાય છે. કેટલાક લોકોને તો ગરોળી કોઈ રૂમમાં દેખાય જાય તો તે રૂમમાં જતા પણ ડરે છે. ગરોળીને ઘરમાંથી ભગાડવાનો પ્રયત્ન કરો તો તે એક રૂમમાંથી બીજા રૂમમાં અને ક્યારેક તો કબાટમાં ઘૂસી જાય છે. આવી સ્થિતિમાં જો ગરોળીને એકવારમાં જ અને કોઈ પણ જાતની પરેશાની કે દોડધામ વિના ઘરમાંથી દૂર કરવી હોય તો આજે તમને કેટલીક સરળ ટ્રીક જણાવીએ. 

પેપર સ્પ્રે

1/5
image

કાળા મરીનો પાવડર બનાવી તેને પાણીમાં મિક્સ કરી દો. આ પાણીને દિવાલો પર છાંટી દો. મરીના કારણે ગરોળી તીવ્ર બળતરા અનુભવે છે અને સ્પ્રે કરેલી જગ્યા પર ફરકતી બંધ થઈ જશે. 

ફિનાઈલની ગોળી

2/5
image

કબાટમાં જે ફિનાઈલની ગોળીઓ આપણે મુકીએ છીએ તે ગરોળીને પણ ભગાડી શકે છે. સામાન્ય રીતે નાના જંતુઓથી બચાવ માટે આપણે ફિનાઈલની ગોળીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની મદદથી તમે ગરોળીને પણ ઘરમાંથી ભગાડી શકો છો. આ ગોળીની તીવ્ર ગંધના કારણે ગરોળી ઘરમાં આવશે જ નહીં. 

ઈંડાના ફોતરાં

3/5
image

ઈંડાને તોડ્યા પછી તેની ફોતરાં ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ ગરોળીને ભગાડવા માટે પણ કરી શકાય છે.  ઘરમાં જ્યાં ગરોળી આવતી હોય ત્યાં ઈંડાના ફોતરાં મુકી દેવા જોઈએ.

ડુંગળી અને લસણ

4/5
image

ડુંગળી અને લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેનાથી તો ગરોળી 100 ફૂટ દુર રહે છે. ગરોળી ઘરમાં વધી ગઈ હોય તો ડુંગળી અને લસણના ટુકડાને એવી જગ્યાએ રાખી દો જ્યાં ગરોળી વારંવાર આવતી હોય. એકવારમાં જ ગરોળી ઘરમાં દેખાતી બંધ થઈ જશે.

મોરપીંછ

5/5
image

મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે, અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)