Corona Update: પાછા વધ્યા કોરોનાના કેસ, કુલ આંકડો 62 લાખને પાર
ભારતમાં કોરોના વાયરસ(coronavirus)ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 લાખને પાર ગઈ છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 80,472 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1179 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 62,25,763 થયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 97,497 થઈ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ(coronavirus)ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 લાખને પાર ગઈ છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 80,472 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1179 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 62,25,763 થયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 97,497 થઈ છે.
બાબરી વિધ્વંસ કેસ: તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું-અચાનક ઘટના ઘટી હતી
દેશમાં હાલ 9,40,441 લોકો સારવાર હેઠળ (corona active case in india) છે. અત્યાર સુધીમાં 51,87,825 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે.
Coronavirus: દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
અત્રે જણાવવાનું કે રિકવરી રેટ (corona recovery rate) 83.33 ટકા પર પહોંચી ગયો છે જે ખુબ સારી વાત છે. જ્યારે ડેથ રેટ 1.57 ટકા છે. પોઝિટિવિટી રેટ(corona positive rate) 7.4 ટકા છે જ્યારે 15.1 ટકા કેસ એક્ટિવ મળી રહ્યા છે.
હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગી સાથે વાત કરી, આપ્યો આ 'કડક આદેશ'
ICMRના જણાવ્યા મુજબ 29 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 7 કરોડ 41 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube