નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસ (New Variant of Coronavirus) એ નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકારને એલર્ટ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સિંગાપુર (Singapore) નો આ નવો વેરિએન્ટમાં ભારતમાં મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગાપુરથી ઉડાનો બંધ કરવામાં આવેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલ (Arvind Kejriwal) એ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું- સિંગાપુરમાં મળેલ કોરોનાનું નવુ સ્વરૂપ  (New Variant of Coronavirus) બાળકો માટે ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે, ભારતમાં તે ત્રીજી લહેરના રૂપમાં આવી શકે છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે સિંગાપુરની સાથે હવાઈ સેવા તત્કાલ પ્રભાવથી રદ્દ કરવામાં આવે અને બાળકો માટે પણ વેક્સિનના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.


CoWin પર બુકિંગ માટે ઉપલબ્ધ રશિયાની વેક્સિન Sputnik V, જાણો કેટલી છે કિંમત  


આ પહેલા દિલ્હીમાં સંક્રમણને કારણે બે બાળકો પાંચ વર્ષની પરી અને 9 વર્ષના ક્રિશુનું કોરોનાને કારણે મોત થયું હતું. આ બે બાળકોની સારવાર દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ચાલી રહી હતી. નિષ્ણાંતોનું અનુમાન છે કે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 


અત્યાર સુધી 19 હજાર બાળકો થયા બીમાર
છેલ્લા 15 દિવસ એટલે કે 1થી 16 મે 2021 વચ્ચે 19 હજાર બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ડોક્ટરો અનુસાર બાળકોમાં કોરોનાના અજીબ લક્ષણ મળી રહ્યાં છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube