નવી દિલ્હી: ભારતમાં આમ જોવા જઈએ તો કોરોનાનો પ્રકોપ ઘટતો જણાઈ રહ્યો છે. પરંતુ બ્રિટનમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેને (new strain of the novel Coronavirus ) હવે ભારતમાં પગપેસારો કરી નાખતા નવા સ્ટ્રેનના કેસ વધી રહ્યા છે. નવો સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાતો હોવાથી જોખમી છે. જેને કારણે ભારતમાં પણ તે  ચિંતાનું કારણ બની ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ યુકેથી પાછા ફરેલા લોકોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં આ નવા સ્ટ્રેનના કુલ 58 કેસ થયા છે. આ નવા 20 કેસ પુણેની NIV લેબ(NIV Pune Lab) માં સામે આવ્યાં છે. આ બાજુ અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કુલ 1,03,56,845 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ


નવા સ્ટ્રેનના નવા 20 કેસ
બ્રિટનથી પાછા ફરેલા મુસાફરોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં નવા સ્ટ્રેનના કુલ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટનમાં મળી આવ્યો હતો. આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 10 કેસ બેંગલુરુના NIMHANSમાં, 3 કેસ હૈદરાબાદના CCMB, 5 કેસ પુણેના NIV, 11 કેસ દિલ્હીના IGIB, 8 કેસ નવી દિલ્હીની NCDC અને એક કેસ કોલકાતાની NCBGમાં મળી આવ્યા હતા. 


ઓન ડ્યૂટી DSP પુત્રીને પોલીસ ઈન્સ્પેક્ટર પિતાની સેલ્યૂટ, ભાવુક કરી નાખે તેવા PHOTOS


PHOTOS: 'કાગળનો એક ટુકડો' બન્યું મોતનું કારણ? મહિલા ડોક્ટરે પહેલા પુત્રનો જીવ લીધો, પછી કરી આત્મહત્યા
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube