Corona Update: કોરોનાના નવા કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધુ, જાણો લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 26,624 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 29,690 લોકો સાજા થયા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 26,624 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 29,690 લોકો સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,00,31,223ને પાર પહોંચ્યો છે. જેમાંથી 95,80,402 દર્દીઓ સાજા થઈ ગયા છે.
Farmers Protest: હવે ખેડૂતોએ PM મોદીને લખ્યો પત્ર, અત્યંત મહત્વના સવાલ પર આપ્યો આ જવાબ
કોરોનાના કારણે એક જ દિવસમાં 341 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,45,477 પર પહોંચ્યો છે. હાલ દેશમાં 3,05,344 કોરોનાના એક્ટિવ કેસ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 16,11,98,195 સેમ્પિલ ટેસ્ટ થયા છે. ગઈ કાલે 19મી ડિસેમ્બરના રોજ કોરોનાના 11,07,681 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.
ગુજરાતમાં કોરોનાના નવા 1026 દર્દી
રાજ્યમાં નવા 1026 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1252 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,17,935 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 93.02 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 89,99,087 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube