Farmers Protest: હવે ખેડૂતોએ PM મોદીને લખ્યો પત્ર, અત્યંત મહત્વના સવાલ પર આપ્યો આ જવાબ
આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે વિરોધી પક્ષોના રાજકારણના કારણે આંદોલન થઈ રહ્યું છે. વિપક્ષ ખેડૂતોને ભડકાવે છે. ખેડૂત નેતાઓએ હવે આ વાતનો જવાબ આપ્યો છે.
Trending Photos
Kisan Andolan Latest Updates: નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 25મો દિવસ છે. કૃષિ કાયદા (Farm Laws) ને પાછા ખેંચવાની પોતાની માગણી પર ખેડૂતો (Farmers) અડીખમ છે. વાતચીતથી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે વિરોધી પક્ષોના રાજકારણના કારણે આંદોલન થઈ રહ્યું છે. વિપક્ષ ખેડૂતોને ભડકાવે છે. ખેડૂત નેતાઓએ હવે આ વાતનો જવાબ આપ્યો છે. તેમણે આ આરોપ ફગાવ્યો છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) ને પત્ર લખીને કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી.
સમિતિએ પીએમ મોદી અને નરેન્દ્ર સિંહ તોમરને હિન્દીમાં અલગ અલગ પત્ર લખ્યા છે. આ પત્રોમાં કહેવાયું છે કે સરકારની ગેરસમજ છે કે ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને વિરોધ પક્ષો દ્વારા પ્રાયોજિત કરવામાં આવી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે કિસાન સંગઠન તરફથી આ પત્ર એવા સમયે લખાયા છે કે જ્યારે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ત્રણ કાયદા પર ગેરમાર્ગે દોરવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો. સમિતિ એ લગભગ 40 સંગઠનોમાંથી એક છે જે છેલ્લા 23 દિવસથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીને લખાયેલા પત્રમાં ખેડૂતોએ કહ્યું કે "સચ્ચાઈ એ છે કે ખેડૂતોના આંદોલને રાજકીય પક્ષોને પોતાના વિચાર બદલવા માટે મજબૂર કર્યા છે અને આપનો (પ્રધાનમંત્રી) આરોપ કે રાજકીય પક્ષો તેને પોષી રહ્યા છે તે ખોટો છે." સમિતિએ પત્રમાં કહ્યું કે "વિરોધ કનારા કોઈ પણ કિસાન યુનિયન અને સમૂહની કોઈ પણ માગણી કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધિત નથી."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે