Corona Update: કોરોનાની રસી માટે આ કાર્ડની ખાસ જરૂર પડશે, હાથવગું રાખજો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે
ભારત સરકારે રણનીતિ બનાવતા રસીકરણનો રોડમેપ તૈયાર કર્યો છે. જેના આધારે નિર્ણય લેવાશે કે પહેલા રસી કોને મળશે, કયા લોકોને મળશે અને કેટલી મળશે.
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો હોય તેવું જણાય છે. કોરોનાની રસી પણ બહુ જલદી બધાને મળવા લાગશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,382 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 99,32,548 પર પહોંચી ગયો છે. આ બાજુ ભારતમાં કોરોના રસીની ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે. જે પૂરી થતા જ લોકોને તેના ડોઝ આપવાના ચાલુ થઈ જશે. પરંતુ શરૂઆતમાં રસીનો સ્ટોક લિમિટેડ હશે. આવામાં ભારત સરકારે રણનીતિ બનાવતા રસીકરણનો રોડમેપ તૈયાર કર્યો છે. જેના આધારે નિર્ણય લેવાશે કે પહેલા રસી કોને મળશે, કયા લોકોને મળશે અને કેટલી મળશે.
Corona Vaccine Impact: કોરોનાની રસીની આડઅસર પર સરકારે આપ્યું મોટું નિવેદન, જતાવી આ આશંકા
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,382 દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,382 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 99,32,548 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,32,002 એક્ટિવ કેસ છે જ્યારે 94,56,449 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 387 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 1,44,096 પર પહોચ્યો છે.
જલદી શરૂ થશે રસીકરણ
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોમ્યુનિટી મેડિસિન ડો. પુનીત મિશ્રાએ કોરોનાના રોડમેપ અંગે જણાવતા કહ્યું કે સૌથી પહેલા કોરોનાની રસી આપવાની પ્રાથમિકતા લગભગ એક કરોડ હેલ્થવર્કર્સ, 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ, અને 50 વર્ષથી ઉપરના લગભગ 26 કરોડ લોકો માટે હશે. જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા મહામારીની સ્થિતિના આધારે કોઈ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને પણ રસી આપવામાં આવશે. ત્યારબાદ જ રસીની ઉપલબ્ધતાના આધારે બાકીના લોકોનું રસીકરણ કરાશે.
કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ
વોટર લિસ્ટના આધારે મળશે કોરોનાના ડોઝ
આ મામલે વિભાગના ડો. સંજય રાયે કહ્યું કે કોરોના રસી આપવાની પ્રક્રિયા કોઈ ચૂંટણી પ્રક્રિયા જેવી રહેશે. દરેક વેક્સિન સાઈટ પર 5 રસી ઓફિસર રહેશે. જેમાંથી એક સુરક્ષાકર્મી, એક અધિકારી વેઈટિંગ, એક વેક્સિનેશન અને એક નિગરાણી માટે હશે. રસીકરણ દરમિયાન દર્દીની ઉંમરની પુષ્ટિ કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી નવી મતદાર યાદી (Voters List)નો ઉપયોગ કરવામાં આવશે. તેમાં જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ હશે, તેમને પહેલા તબક્કામાં રસી આપવામાં આવશે. રસીકરણ અધિકારીની સાથે જ બે લોકો એવા હશે જે રસી મૂકાવવા માટે આવેલા લોકોનું વેરિફિકેશન કરશે.
એક સત્રમાં ફક્ત 100 લોકોને મૂકાશે રસી
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ પોલીસકર્મી, સ્વાસ્થ્યકર્મી ઉપરાંત અત્યંત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓને સૌથી પહેલા કોરોનાના ડોઝ આપવામાં આવશે. દરેક સેશનમાં તેના માટે અલગથી વેક્સિનેશન સાઈટ ફિક્સ કરવામાં આવશે. આ ઉપરાંત હાઈ રિસ્કવાળા લોકો માટે પણ અલગથી મોબાઈલ સાઈટ અને ટીમો બનાવવામાં આવશે. રસીકરણના દરેક સત્રમાં ફક્ત 100 લોકોને જ રસી આપવામાં આવશે. આ લોકો પહેલેથી રજિસ્ટર્ડ હશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube