Corona Vaccine Impact: કોરોનાની રસીની આડઅસર પર સરકારે આપ્યું મોટું નિવેદન, જતાવી આ આશંકા
દેશમાં બહુ જલદી કોરોના રસીકરણ અભિયાન મોટા પાયે શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદને એક આશંકા પેદા કરી છે જેના કારણે લોકોમાં રસી માટે ખચકાટ પેદા થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: એક વર્ષની અંદર જ કોરોનાની રસી આપણા દેશમાં તૈયાર થવા જઈ રહી છે. આવામાં અનેક આશંકાઓ પણ જન્મ લઈ રહી છે. મંગળવારે સરકાર તરફથી એ મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે રસીના પ્રતિકૂળ પ્રભાવની સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. કોરોના રસીકરણ બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં.
રસીકરણ અભિયાન શરૂ થતા પહેલા જ મોટો ખુલાસો
દેશમાં બહુ જલદી કોરોના રસીકરણ અભિયાન મોટા પાયે શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદને એક આશંકા પેદા કરી છે જેના કારણે લોકોમાં રસી માટે ખચકાટ પેદા થઈ શકે છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવે તો કેટલાક લોકોમાં તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે.
'રસીથી નુકસાનની આશંકા ફગાવી શકાય નહીં'
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે "રસીકરણ બાદ કેટલીક ગડબડીઓ સામે આવવી એક ચિંતાજનક વિષય છે. જ્યારે આપણે વ્યાપક રસીકરણ અભિયાન કાર્યક્રમ ચલાવીએ છીએ જે દાયકાઓથી ચાલતું આવ્યું છે, તો રસી લગાવ્યા બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કેટલાક ઉલ્ટા પ્રભાવ જોવા મળી જાય છે." તેમણે વધુમાં કહ્યું કે આથી આપણે કોવિડ 19 વિરુદ્ધ રસીકરણ શરૂ થવા પર કેટલીક વિપરિત અસરની આશંકાઓને ફગાવી શકીએ નહીં. જે દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયુ છે, ખાસ કરીને યુકેમાં, ત્યાં પહેલા દિવસે જ ગડબડી સામે આવી. આથી જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તે માટે પણ તૈયાર રહે.
So, we can't deny chances of an adverse event when #COVID19 vaccination begins. The countries where immunisation has already begun, especially in the UK, adverse events took place on the very first day. So, it is essential that states and UTs prepare for this too: Rajesh Bhushan https://t.co/lZHvnLknFs
— ANI (@ANI) December 15, 2020
રસીકરણની તૈયારીઓ ચાલુ
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેના વિતરણની તૈયારીની તાજા સ્થિતિ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર 7178 કેસ છે, વૈશ્વિક એવરેજ 9000 છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યુ કે, 9000 કોલ્ડ ચેન પોઈન્ટ, 240 વોક-ઇન કૂલર, 70 વોક-ઇન ફ્રીઝર, 45000 આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, 4100 ડીપ ફ્રી જર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.
વધુ એક રસીને ટ્રાયલની મંજૂરી, હવે રેસમાં ત્રણ સ્વદેશી વેક્સિન
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કોવિડ વેક્સિનની આપાત મંજૂરી અને તેના વિતરણની તૈયારી વિશે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી. ડો. વીકે પોલે કહ્યુ કે, આ સપ્તાહે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DRI)એ ભારતમાં વધુ એક કંપનીને રસીની ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. જેનોઆ કંપનીએ ભારત સરકારના અનુસંધાન એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની મદદથી એક વેક્સિન વિકતિત કરી છે. તેમાં ઉપયોગ થનારી ટેકનીક ફાઇઝર વેક્સિન જેવી છે. આ સમયે દેશમાં કુલ છ વેક્સિન ક્લીનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે