નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona)  સંક્રમણની ગતિ ધીમી પડતી હોય  તેવું દેખાઈ રહ્યું છે. ભારતમાં સતત 11મા દિવસે કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ જોવા મળ્યા છે. દેશમાં સપ્ટેમ્બર મહિનાથી જ પોઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 31,522 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 97,67,372 પર પહોંચ્યો છે. જેમાંથી 3,72,293 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 92,53,306 દર્દીઓ સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર


કોરોનાએ એક જ દિવસમાં 412 લોકોના જીવ લીધા છે. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,41,772 પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,725 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાને માત આપનારા લોકોને સંખ્યા વધી રહી છે. જે એક સારો સંકેત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવિડથી સાજા થવાના દર 94 ટકા છે જ્યારે મૃત્યુદર 1.45 ટકા છે. ભારતમાં હાલ કોરોનાના ફક્ત 3.87 ટકા એક્ટિવ કેસ છે. 


કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 269 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 176, વડોદરામાં 135, રાજકોટ 92, મહેસાણા 52, રાજકોટ ગ્રામ્ય 43, બનાસકાંઠા 41, પાટણ 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, સુરત ગ્રામ્ય 36, જામનગર 32, ખેડા 28, અમરેલી 23, ગાંધીનગર શહેર 21, પંચમહાલ 21 અને સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા છે. 


Farmers Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, હવે સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શનની ચીમકી


છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે સુરત શહેરમાં 2, અમરેલી 1, બનાસકાંઠા 1, રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14027 છે. જેમાં 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 204661 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ કોરોના ટેસ્ટ થયા છે. તો અત્યાર સુધી 84 લાખ કરતા વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 91.85 ટકા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube