નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા (corona virus in india) આશરે 60 હજારની નજીક પહોંચી ચુક્યા છે. હજુ પણ 200થી વધુ એવા જિલ્લા છે જે કોરોનાથી બચેલા છે. બીજીતરફ કેટલાક એવા જિલ્લા છે જે કો કોરોના સંક્રમણનું ગઢ બની ગયા છે. દેશમાં આશરે 75 જિલ્લામાં જ કોવિડ-19ના મોટાભાગના કેસ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ હવે આ 75 જિલ્લાનો અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યું છે જેથી જાણકારી મેળવી શકાય કે ક્યાંય આ જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission)તો શરૂ થઈ ગયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું કે, તેઓ દરેલ જિલ્લામાં સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી ઇનલેસ (SARI) એટલે કે શ્વાસ લેવાની સમસ્યા અને ઇન્ફ્લૂઅંજા જેવી બીમારીઓ વાળા લોકોના ઓછામાં ઓછા 250 સેમ્પલોના ટેસ્ટ કરે. કેન્દ્રએ આવો નિર્દેશ તે માટે આપ્યો છે જેથી કોરોના વાયરસના ફેલાવા પર નજર રાખી શકાય અને તેનું મોનિટરિંગ કરી શકાય. 


અધિકારીએ જણાવ્યું કે, શરૂઆતમાં આઈસીએમઆરનો પ્લાન હતો કે ક્લસ્ટર વાળા અથવા વધુ કેસો વાળા જિલ્લામાં આ પ્રકારની સ્ટડીને રેપિટ એન્ટી-બોડી ટેસ્ટ કિટ્સ દ્વારા તપાસ કરવામાં આવે. પરંતુ કિટ્સના પરિણામોમાં વિસંગતતા જોવા મળી ત્યારે આ પ્લાનને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. હવે કાઉન્સિલની યોજના આ 75 જિલ્લમાં  ELISA (એંજાઇમલિંક્ડ ઇમ્યૂનોસોર્બેટ અસે) ટેસ્ટ કિટ્સ દ્વારા અભ્યાસ કરવામાં આવે. 


corona patient in india: દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 56 હજારને પાર, જાણો રાજ્યવાર સ્થિતિ


ELISA ટેસ્ટ કિટ્સ પણ રેપિડ એન્ટી-બોડી ટેસ્ટ કિટ્સની જેમ છે કારણ કે તેનાથી પણ વ્યક્તિના લોહીમાં એન્ટી-બોડીની સક્રિયતાનો ખ્યાલ આવે છે. પરંતુ આ કિટ્સને હજુ આઈસીએમઆર દ્વારા મંજૂરી મળી નથી. આઈસીએમઆરે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની તપાસ માટે માર્ચ મહિનામાં જ આ પ્રકારનો અભ્યાસ કર્યો હતો. પરંતુ આઈસીએમઆર કહી રહ્યું છે કે હજુ આ વાતના પૂરતા પૂરાવા નથી જેથી કહી શકાય કે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર