નવી દિલ્હીઃ તેલંગણાથી પોતાના ઘર છત્તીસગઢના બીજાપુરમાં પરત ફરી રહેલી એક 12 વર્ષની છોકરીનું મંજિલ પર પહોંચતા પહેલા મોત થઈ ગયું છે. ભારે ગરમીમાં ચાલવાને કારણે તેના શરીરમાં પાણી ઘટી ગયું હતું જેના કારણે ડિહાઇડ્રેશનથી તેનું મોત થઈ ગયું છે. આ વિશે સત્તાવાર જાણકારી સોમવારે સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 12 વર્ષની છોકરી જમલો મકદમ પોતાના સમૂહના લોકોની સાથે તેલંગણાના કન્નઈગુડામાં મરચાના ખેતરમાં કામ કરતી હતી. જ્યારે 15 એપ્રિલથી લૉકડાઉન 2.0 શરૂ થયું તો આ સમૂહ 15 એપ્રિલે પોતાના ઘર તરફ ચાલીને પરત ફરવા લાગ્યો હતો. 


ત્રણ દિવસ ચાલ્યા બાદ તમામ 150 કિલોમીટરનું અંતર કાપી લીધું પરંતુ 18 એપ્રિલની સવારે ઘર પહોંચવાના 50 કિલોમીટર પહેલા બીજાપુરના ભંડારપાલ ગામની પાસે બાળકીનું મોત થઈ ગયું હતું. 


શરીરમાં પાણી ઘટવાને કારણે થયું મોત
બાળકીનું મોત શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનને કારણે થયું, જેના કારણે તેને ઉલ્ટી થવા લાગી હતી અને પાણી ઘટી ગયું હતું. બાળકીના મોત બાદ સમૂહના તમામ લોકોને ડોક્ટરોએ તપાસ હેઠળ લઈ લીધા છે અને તે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાળકીનું મોત કોરોનાને કારણે તો થયું નથી ને.


ભારતમાં કઈ રીતે વધ્યા-ઘટ્યા કોરોનાના મામલા, જુઓ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીના આંકડા


આ વિશે બીજાપુરના ચીફ મેડિકલ અને સ્વાસ્થ્ય અધિકારી બીઆર પુજારીએ એજન્સીને જણાવ્યું કે, બાળકીના મોત બાદ તેને સેમ્પલ શનિવારે કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. રવિવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં રાજ્ય સરકારે બાળકીના માતા-પિતાને 1 એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર