નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરના પ્રવાસી ભારતીય સંગઠનોનું સમર્થન મળ્યું છે. પ્રવાસી ભારતીયોએ ભારતની કોરોના વિરુદ્ધ જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રત્યે પોતાની એકજૂથતા વ્યક્ત કરી છે. તેમણે પીએમ મોદીના પ્રયત્નોને બિરદાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડથી લઈને સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી લઈને યુનાઈટેડ કિંગડમ સુધી, 500થી વધુ પ્રવાસી ભારતીય સંગઠનોએ કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે પીએમ મોદીની સક્રિય પહેલનું સમર્થન કર્યું છે. 


સ્વાસ્થય મંત્રીએ આપ્યા રાહતના સમાચાર, 80 જિલ્લામાં કોરોના પર લાગી બ્રેક


દુનિયાભરના અલગ અલગ દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોના સંગઠનોએ કોરોના સામે જંગમાં પોતાની જિંદગી દાવ પર લગાવીને બીજાની મદદ કરનારાઓને સલામ કરી છે. સંગઠનોએ કોવિડ 19ના આ દોરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથ આપનારા તમામ સરકારી, પ્રાઈવેટ અને સોશિયલ સેક્ટરના સંગઠનોને  પણ બિરદાવ્યાં છે. 


પ્રવાસી સંગઠનોએ ભારતની 130 કરોડની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-નિર્દેશોનું પાલન કરવાની અપીલ પણ કરી છે. સંગઠનોએ અપીલ કરતા કહ્યું કે, "અમે તમામ ભાઈઓ અને બહેનોને પરીક્ષાની આ ઘડીમાં વિશ્વાસ, મજબુતાઈ જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બહાર પાડવામાં આવેલા તમામ દિશા નિર્દેશોનું પાલન કરો. આ સંકટની ઘડીમાં અમે આપણે ભાગીદાર બનીએ અને એક ઉજ્જવળ તથા સારા ભવિષ્ય માટે એકજૂથ થઈએ."


કોરોના ટેસ્ટીંગ કીટને લઈને કોંગ્રેસે કરેલા સવાલનો મળ્યો જવાબ, ગુજરાતની એક કંપની સાથે છે કનેક્શન


ભારતીય સમુદાય કોરોના સંકટકાળમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્તુઓ, આવાસ, વિઝા સંબંધિત સહાયતા, ફી અને અન્ય શૈક્ષમિક મામલાઓ ઉપર પણ સહયોગ કરી રહ્યો છે. તમામ સંગઠનોએ પીએમ મોદીના ભારતમાં કોવિડ 19 સામે પોતે લડત લડતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ પહોંચાડવાના પ્રયત્નોના વખાણ કર્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube