કોરોના ટેસ્ટીંગ કીટને લઈને કોંગ્રેસે કરેલા સવાલનો મળ્યો જવાબ, ગુજરાતની એક કંપની સાથે છે કનેક્શન

કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી સામે ઝઝૂમી રહેલ ભારત દેશ આ સંકટમાંથી નીકળવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ આ વાત પર મંથન ચાલી રહ્યું છે કે, લોકડાઉન (Lockdown) ખોલવામાં આવે કે નહિ, તો બીજ તરફ કોરોના વાયરસ ટેસ્ટીંગ કિટ (Testing Kit) પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર  અનેક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે. 
કોરોના ટેસ્ટીંગ કીટને લઈને કોંગ્રેસે કરેલા સવાલનો મળ્યો જવાબ, ગુજરાતની એક કંપની સાથે છે કનેક્શન

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી સામે ઝઝૂમી રહેલ ભારત દેશ આ સંકટમાંથી નીકળવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ આ વાત પર મંથન ચાલી રહ્યું છે કે, લોકડાઉન (Lockdown) ખોલવામાં આવે કે નહિ, તો બીજ તરફ કોરોના વાયરસ ટેસ્ટીંગ કિટ (Testing Kit) પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર  અનેક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે. 

કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે, જાણી લો બધું જ 

એક ફેસબુક પોસ્ટનો દાવો છે કે, કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ આઈસીએમઆર દ્વારા વધેલા ભાવમાં ખરીદવામાં આવી છે. ટેસ્ટીંગ કીટની કિંમત સાથે જોડાયેલ આ સોશિયલ મીડિયા પોસ્ટના આધાર પર કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે ICMR પર સવાલો ઉભા કર્યાં છે. ઉદિત રાજના આ સવાર પર ICMRએ જવાબ આપ્યો કે, આવી કોઈ પણ માહિતી ખોટી છે. 

— PIB Fact Check (@PIBFactCheck) April 27, 2020

ઉદિત રાજે જે પોસ્ટના આધાર પર ICMR ને સવાલ કર્યા હતા, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ ટેસ્ટીંગ કીટ ઓછી કિંમતમાં આપવા માટે તૈયાર હતી. પરંતુ આ કામ એક ગુજરાતી કંપનીને આપવામાં આવ્યું. જે અનેકગણા ભાવમાં કિટ આપી રહી છે.

કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

ICMR એ આ માહિતીને નકારી કાઢી છે. પીઆઈપી ફેક્ટચેકે તેનો જવાબ આપતા પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ એક ફેક ન્યૂઝ છે. ICMRએ જે કિંમત નક્કી કરી છે, તે હિસાબથી RT-PCR ટેસ્ટની કિંમત 740-1150 ની વચ્ચે અને રેપિડ ટેસ્ટની કિંમત 528-795 રાખવામાં આવી છે. કોઈ પણ ટેસ્ટ 4500 રૂપિયામાં કરવામાં નથી આવી રહ્યો. 

આ સાથે જ ICMR એમ પણ જણાવ્યું કે, જો કોઈ ભારતીય કંપની ઓછી કિંમતમાં સપ્લાય આપવા માંગે છે, તો તેમનુ સ્વાગત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news