Corona Vaccine લગાવ્યા બાદ બોલ્યા એમ્સના ડાયરેરક્ટર- ડરો નહીં, રસી તમને મારશે નહીં
એમ્સના ડાયરેક્ટરે વેક્સિન લગાવડાવ્યા બાદ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, વેક્સિનની મારા પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને હું સંપૂર્ણ પણે ઠીક છું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ રસીકરણ (Cronavirus Vaccination) મુદ્દે લોકોના મનમાં ઘણા પ્રકારની આશંકાઓ છે. આ વચ્ચે એમ્સ (AIIMS) ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ સોમવારે વિશ્વાસ અપાવ્યો કે વેક્સિનથી કોઈ વ્યક્તિનું મોત થશે નહીં. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને પ્રથમ બે દિવસ દરમિયાન રસીકરણ બાદ પ્રતિકૂળ પ્રતિક્રિયા (AEFI) ના 447 મામલા સામે આવ્યા છે, જેમાં મોટાભાગનાને સામાન્ય સાઇડ ઇફેક્ટ હતી, જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ડરવાની જરૂર નથી
વેક્સિન લગાવ્યા બાદ સાઇડ ઇફેક્ટ અને એલર્જી પર ચર્ચા કરતા ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, સામાન્ય સાઇડ ઇફેક્ટ (Corona Vaccine Side Effect) થી આપણે ડરવાની જરૂર નથી, જો તમે કોઈ દવા લો છો તો કેટલાક એલર્જિક રિએક્શન થઈ શકે છે અને આવા રિએક્શન ક્રોસિન, પેરાસિટામોલ જેવી સાધારણ દવાથી પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે, તેવામાં ડરવાની જરૂર નથી, કારણ કે તેની કોઈ એવી સાઇડ ઇફેક્ટ નથી, જેના કારણે મોત થઈ જાય.
આ પણ વાંચોઃ WhatsApp Privacy Policy: પ્રાઇવેસી ભંગ થાય તો ડિલીટ કરી દો એકાઉન્ટઃ દિલ્હી હાઈકોર્ટ
ડર્યા વગર વેક્સિન લગાવો
એમ્સના ડાયરેક્ટરે કહ્યુ કે, તેની સાધારણ સાઇડ ઇફેક્ટમાં શરીરમાં દુખાવો, જ્યાં રસી લાગેલી છે ત્યાં દુખાવો અને હળવો તાવ આવી શકે છે. ગુલેરિયાએ કહ્યુ કે, ગંભીર સાડ ઇફેક્ટની વાત કરીએ તો શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે. સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સાઇડ ઇફેક્ટ 10 ટકા કરતા ઓછા લોકોને થાય છે. ડો. ગુલેરિયાએ લોકોને વેક્સિન લગાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે કોવિડ સંક્રમણમાંથી બહાર આવવુ છે, મોતનો આંકડો ઘટાડવો છે, અર્થવ્યવસ્થા ફરી પાટા પર લાવવી છે, તો ડર્યા વગર રસી લેવી જોઈએ.
એમ્સના ડાયરેક્ટરે પોતાનો અનુભવ જણાવ્યો
તેમણે કહ્યું કે, દેશમાં આપણે સ્કૂલ શરૂ કરવાની છે, જિંદગીને સાધારણ કરવી છે તો બધાએ આગળ આવીને કોવિડ વેક્સિન (Covid-19 Vaccine) લગાવવી જોઈએ. ત્યારે આપણે આગળ વધીશું અને દેશ આગળ વધી શકશે. 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કર્યા બાદ ડોક્ટર ગુલેરિયાને વેક્સિન આપવામાં આવી હતી. એમ્સના ડાયરેક્ટરે વેક્સિન લગાવડાવ્યા બાદ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, વેક્સિનની મારા પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને હું સંપૂર્ણ પણે ઠીક છું.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube