Corona Vaccination મામલે ભારતે બનાવ્યો રેકોર્ડ, 1 દિવસમાં 1 કરોડથી વધુ વેક્સીનેશન
કોરોના વેક્સીનેશન (Corona Vaccination) ના મામલે દેશે શુક્રવારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. શુક્રવારે દેશભરમાં કુલ 1 કરોડ 64 હજાર લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.
નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન (Corona Vaccination) ના મામલે દેશે શુક્રવારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. શુક્રવારે દેશભરમાં કુલ 1 કરોડ 64 હજાર લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.
પીએમએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે 'આજે દેશએ એક કરોડ દૈનિક વેક્સીનેશનના ટાર્ગેટને પુરો કર્યો. આ સફળતાને પ્રાપ્ત કરવા માટે રસી લગાવનાર અને આ અભિયાનમાં સામેલ લોકોને શુભેચ્છા.'
Narayan Rane ની ઉદ્ધવને ધમકી- 39 વર્ષ કામ કર્યું, 'જાણું છું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકવાનું કોણે કહ્યું'
આટલા લોકો લગાવી ચૂક્યા છે બંને ડોઝ
કેંદ્ર સરકારે ઓગસ્ટમાં 1 કરોડ ડોઝ દરરોજ લગાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને શુક્રવારે પુરો કરી લેવામાં આવ્યો. ભારતમં વેક્સીનની અછતના સમાચારો વચ્ચે કરોડ ડોઝ લગાવવ એક મોટો કિર્તીમાન છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 14 કરોડથી વધુ લોકો એવા છે, જેમણે બંને ડોઝ લગાવી લીધા છે.
BSP પ્રમુખ માયાવતીનું સ્થાન કોણ લેશે? પાર્ટી સુપ્રીમોએ કરી આ જાહેરાત
સૌથી વધુ લોકોને લાગી કોવિશીલ્ડ
દેશમાં હાલ કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક વેક્સીન લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી સૌથી વધુ ડોઝ કોવિશીલ્ડના લગાવવામાં આવ્યા છે. દેશમાં 54 કરોડ ડોઝ કોવિશીલ્ડના લગાવવામાં આવ્યા છે. આગામી મહિનાના અંત સુધી ઝાયડસ કેડિલાની વેક્સીન પણ 12 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવવાનું શરૂ થઇ જશે. સરકારનો પ્રયત્ન છે કે આ વર્ષના અંત સુધી લોકોને વેક્સીન (Corona Vaccination) ના બંને ડોઝ લાગી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube