BSP પ્રમુખ માયાવતીનું સ્થાન કોણ લેશે? પાર્ટી સુપ્રીમોએ કરી આ જાહેરાત

શુક્રવારે એક હિન્દી સમાચાર ચેનલ પર બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાને માયાવતીના ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવ્યું હતું.

BSP પ્રમુખ માયાવતીનું સ્થાન કોણ લેશે? પાર્ટી સુપ્રીમોએ કરી આ જાહેરાત

લખનઉ: બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રિમો માયાવતીએ પાર્ટીના ભવિષ્ય પર ચિંતાઓને નજરઅંદાજ કરતાં કહ્યું કે તે અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પાર્ટીને કોઇ ઉત્તરાધિકારીની કોઈ જરૂર નથી. આ વાત તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહી. માયાવતીએ કહ્યું કે 'મારું સ્વાસ્થ્ય અત્યારે સારું છે, મારે અત્યારે કોઇને પણ ઉત્તરાધિકારી બનાવવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારું સ્વાસ્થ્ય ઠીક રહેશે નહી. ત્યારે હું જરૂર ઉત્તરાધિકારી જાહેર કરીશ. હું અત્યારે ફીટ છું અને અનફીટ થવામાં મને ઘણા વર્ષો લાગશે. ગત 2 વર્ષથી કોરોના ચાલી રહ્યો છે કુદરતનો આભાર છે કે મને કોરોના જેવી બિમારી પણ થઇ નથી. 

દલિત વર્ગમાંથી જ હશે ઉત્તરાધિકારી
તમને જણાવી દઇએ કે માયાવતી સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું કે તે પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરશે તો તે ફક્ત દલિત વર્ગમાંથી હશે અને ઉત્તરાધિકારી એ જ હશે જેણે મુશ્કેલ ઘદીમાં માયાવતીનો અને પાર્ટીને પુરી ઇમાનદારી સાથે તન મન ધનથી સાથ આપ્યો હોય. પાર્ટીમાં મોટા ઉતાર ચઢાવ આવ્યા પરંતુ જે દલિત વર્ગના લોકો છે તે ટસમાંથી મસ થયા નથી. 

ઉત્તરાધિકારીની વાત કેવી ઉદભવી?
જોકે શુક્રવારે એક હિન્દી સમાચાર ચેનલ પર બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાને માયાવતીના ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવ્યું હતું. તે સવાલનો જવાબ આપતાં માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે જનસમર્થન ગુમાવવા છતાં કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે કે તેમની પાર્ટીને બદનામ કરી રહી છે. કોંગ્રેસના ટ્રેનિંગ કાર્યક્રમોમાં પોતાના કાર્યકર્તાઓને વહેંચવા માટે કોંગ્રેસ દ્વારા જાહેર એક બુકલેટનો ઉલ્લેખ કરતાં માયાવતીએ કહ્યું કે દેશમાં હવે કોંગ્રેસની હાલત એકદમ ખરાબ છે.  

શું છે કોંગ્રેસની બુકલેટમાં?
અત્રે ઉલ્લેખનીય છે કે માયાવતીનો કોંગ્રેસ પર હુમલો તે સમાચારો બાદ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે પાર્ટી કાર્યકર્તાઓને વહેંચવા માટે 24 પાનાની એક બુકલેટ તૈયાર કરી છે. જેમાં વિપક્ષી દળો પર ખોટી રીતે કામ કરવા અને રાજ્યને લૂંટવાનો આરોપ છે. કોંગ્રેસના મીડિયા સંયોજક અશોક સિંહે જણાવ્યું કે આ પુસ્તિકાઓ ટ્રેનિંગ કાર્યક્રમોમાં ભાગ લેનાર બે લાખ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે વિતરણ માટે છે. તેમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં પાર્ટી વિરૂદ્ધ ખોટી સૂચના અભિયાન કેવી ચલાવવામાં આવી રહ્યું છે અને વિપક્ષી દળો, સપા અને બસપા વગેરેએ રાજ્યોને કેવી રીતે લૂંટ્યા છે તેના વિશે જાણકારી આપી છે. 

'પોતાનું ઘર સંભાળે કોંગ્રેસ'
કોંગ્રેસ પર હુમલો કરતાં બસપા પ્રમુખે કહ્યું કે પાર્ટીને વિપક્ષી દળો પર ટિપ્પણી કરવાના બદલે બુકલેટમાં પોતાની ખોટનો ઉલ્લેખ કરવો જોઇતો હતો અને પહેલાં પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જોઇતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news