નવી દિલ્હી : CRPF જવાનોમાં કોરોના સંક્રમણનાં કિસ્સા સતત વધી રહ્યા છે. સેનિટાઇઝેશન માટે રવિવારે દિલ્હી ખાતે આ અર્ધસૈનિક દળનું મુખ્યમથક સીલ કરી દેવામાં આવ્યું. આ હવે ત્યાં સુધી નહી ખુલ્લે જ્યા સુધી તે સંપુર્ણ સેનેટાઇઝ નહી થઇ જાય. જવાનો અને પરિવાર સહિત કુલ 135 લોકો પહેલા જ પોઝિટિવ આવી ચુક્યા છે. 20નાં રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંદવાડામાં સેનાને મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર 'હૈદર'નો અંત

એક ડ્રાઇવર અને સ્ટેનોગ્રાફર પોઝિટિવ
મળતી માહિતી અનુસાર હેડક્વાર્ટરમાં એટેચ એક ડ્રાઇવર પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત એડીજીનો સ્ટેનોગ્રાફર પણ સંક્રમિત થયો છે. સીજીઓ કોમ્પલેક્સ સ્થિત હેડક્વાર્ટરને સૈનિટાઇઝેશન માટે સંપુર્ણ રીતે આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ સ્ટાફને પણ રજા આપીને ક્વોરન્ટાઇન રહેવા માટેની સુચના અપાઇ છે. 


ભગવાનના ઘરમાં પણ નોકરી અસુરક્ષિત, તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા

સ્પેશ્યલ ડીજી ક્વોરન્ટાઇન
આ પૈરામિલિટ્રી ફોર્સનાં સ્પેશ્યલ ડીજી જાવેદ અખ્તર ઉપરાંત 40 અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને તુરંત જ હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા. તેમના સંપર્કમાં આવનારા લોકો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહી છે. કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 135થી પણ વધારે થઇ ચુકી છે. તેમાં આ લોકોનો સમાવેશ નથી થતો જે સ્વસ્થ થઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સબ ઇન્સપેક્ટરનું સંક્રમણના કારણે મોત થઇ ચુક્યું છે. 


જો તમે પણ ઓનલાઇન રમો છો Ludo Game તો થઈ જાવ સાવધાન, બની શકો છો કંગાળ

રવિવારે એક સાથે 135 કેસ પોઝિટિવ
શનિવારે દિલ્હીના મયુર વિહાર ખાતે આવેલી 31મી બટાલિયનનાં 135 જવાનોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક જવાન 246 બટાલિયનનો પણ છે. આ અઠવાડીયે 31મી બટાલિયનનાં એક સબ ઇન્સપેક્ટરનું ચેપના કારણે મોત થયું હતું. અત્યાર સુધી કુલ 480 સેમ્પલ લેવામાં આવ્યા છે. 458નાં રિપોર્ટ આવી ચુક્યા છે. 22ના રિપોર્ટ હજી પણ બાકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube