ગાંધી પરિવારની સુરક્ષા લેવલ-4 પ્રકારની બુલેટપ્રુફ ગાડી, IED હુમલાની પણ અસર નહી
લેવલ-4ની ગાડીઓ ખુબ જ આઇડી વિસ્ફોટને પણ ખુબ જ આરામથી સહેવા સક્ષમ છે, આ ઉપરાંત એકે47 જેવા હથિયારોની પણ અસર નહી થાય
નવી દિલ્હી : દેશનો જાણીતા વીવીઆઇપીની સુરક્ષામાં રહેલા સીઆરપીએફને (CRPF) નિર્ણય કર્યો છે તેઓ પોતાનાં કાફલામાં લેવલ-4 પ્રકારનાં બુલેટ પ્રુફ ગાડીઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી આઇડી વિસ્ફોટ અને આતંકવાદી ગ્રુપો તરફથી કરવામાં આવેલા કોઇ પણ હુમલાને ખુબ જ આરામથી નિષ્ફળ કરવામાં આવી શકે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે સીઆરપીએફને આ ગાડીઓની ખરીદીને મંજુરી આપી દીધી છે અને ઝડપથી આ ગાડીઓ સીઆરપીએફનાં કાફલામાં સમાવી લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, CRPF ને પહેલા 54 વીવીઆઇપીની સુરક્ષાની જવાબદાર મળી હતી, પરંતુ સરકારે ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મળેલી એસપીજી સુરક્ષા (SPG Security) ફરત લઇને સીઆરપીએફને તેમની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ત્યાર બાદ હવે સીઆરપીએફના ખભે 58 વીવીઆઇપીની સુરક્ષાની જવાબદારી છે.
INX મીડિયા કેસ: શું પી ચિદંબરમને મળશે જામીન કે રહેવું પડશે જેલમાં? આજે સુપ્રીમમાં સુનાવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા હટ્યા બાદ હવે સીઆરપીએફને ગાંધી પરિવારની સુરક્ષા આપવામાં આવી છે. સીઆરપીએફએ ગાંધી પરિવારની પુરતી સુરક્ષા માટે 6 કંપનીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે, પરંતુ સીઆરપીએફની સામે સૌથી મોટી સમસ્યા છે કે તેની પાસે બુલેટપ્રુફ કાર ઓછી છે એવામાં સીઆરપીએફ ઇચ્છે છે કે, તેને એસપીજીની બુલેટ પ્રુફ કાર તુરંત જ આપવામાં આવે. Zee News ના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર CRPF એ SPG અને ગૃહમંત્રાલયને અપીલ કરી છે કે તેમને એસપીજી વાળી બુલેટપ્રુફ આપવામાં આવે.
શાળાના પ્રિન્સિપાલને અચાનક શું સુઝ્યું કે બાળકોને લાઇનમાં ઉભા રાખીને વાળ કાપી નાખ્યા !
મહારાષ્ટ્ર: સપા તૈયાર પરંતુ કોંગ્રેસ-NCPની બેઠક બાદ શિવસેનાને મળશે ગુડ ન્યુઝ ?
સીઆરપીએફના એક અધિકારીના અનુસાર એસપીજીની બુલેટપ્રુઘ કાર ખુબ જ એડવાન્સ છે અને બાકી ગાડીઓની તુલનાએ ખુબ જ કમ્ફર્ટેબલ છે. તે અગાઉ સીઆપીએફનાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવીને સીઆરપીએફની Z+ સુરક્ષા હટાવી દેવાઇ છે ત્યારે પણ સીઆપીએફએ એસપીજી દ્વારા આપવામાં આવેલી બુલેટપ્રુફ ગાડીઓને પણ પોતાનાં કબ્જામાં લેવાની ભલામણ કરી હતી જે સરકારે મંજુર કરી લીધી હતી.
કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી
સોનિયા ગાંધીનાં 10, જનપથ ખાતેનાં આવાસ પર ઇઝરાયેલી એક્સ-95, એકે સીરીઝ અને એમપી 5 બંદુકની સાથે કેન્દ્રીય અર્ધસૈનિક દળના કમાન્ડોની 2 ટુકડીએ સુરક્ષાની જવાબાદારી પહેલા જ સંભાળી લીધી છે. આ પ્રકારું એક જુથ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તુગલક લેન ખાતેનાં મકાન અને પ્રિયંકાના લોઘી એસ્ટેટમાં આવેલા મકાન પર સુરક્ષા વ્યવસ્થા માટે મુકાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube