શાળાના પ્રિન્સિપાલને અચાનક શું સુઝ્યું કે બાળકોને લાઇનમાં ઉભા રાખીને વાળ કાપી નાખ્યા !
Trending Photos
બીરભુમ : પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભુમમાં (Birbhum) એક અનોકો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. અહીં એક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખીને તેમના વાળ કાપવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું રહસ્ય ખુબ જ ચોંકાવનારુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિન્સિપલ સાહેબ શાળાના બાળકોના વાળ કલર કરવા મુદ્દે ખફા હતા. જેના કારણે કલર કરેલા વાળવાળા તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખી તેમના વાળ કાપી નાખ્યા હતા.
યુવાનોમાં હેર કલર કરવાનો ક્રેઝ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. વાળ રંગવાની ફેશન હવે શાળાના બાળકો પણ અપનાવી રહ્યા છે. બીરભુમ લોહપુરમાં મહાબીર રામ મેમોરિયલ સ્કુલનાંવિદ્યાર્થીઓએ પણ લાંબા વાળ રાખવા અને તેને કલર કરવાનું ચાલુ કરી દીધું હતું. શાળાના પ્રિન્સિપાલને આવ વાત ગમી નહોતી. તેમણે મંગળવારે આવા તમામ બાળકોને પોતાની ઓફીસમાં બોલાવ્યા હતા. બાળકોને લાઇનમાં ઉભા રાખીને પોતાના હાથે જ તમામના વાળ કાપી નાખ્યા હતા.
કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મુર્શિદાબાદનાં ન્યૂ ફરક્કા હાઇસ્કુલ વિસ્તારનાં 40 નાઇને બોલાવીને શાળાના બાળકોનાં વાળ કપાવી નાખ્યા હતા. તે ઉપરાંત નાઇઓની એક મીટિંગ બોલાવીને તેમને કહ્યું હતું જો તમારી પાસે શાળાનું કોઇ પણ બાળક આવે તો તેમના નાના અને વિદ્યાર્થીને શોભે તેવા વાળ કાપવા. તે કહે તેવા ફેશનેબલ વાળ કાપવામાં ન આવે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત હેર કલર પણ નહી કરી આપવા માટે પણ અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે