નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કિસાનોના હિતોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા તેને નવા કૃષિ કાયદા પર કિસાન નેતાઓ સાથે ડીબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે રવિવારે સાંજે સિંધુ બોર્ડર પર પહોંચેલા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કિસાનોની ખેતી છીનવાના પ્રયાસનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની માગ કરી છે અને તે વાત પર દુખ વ્યક્ત કર્યું કે કિસાનોને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની અપીલ
દિલ્હીના સીએમે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે તેમની વાત સાંભળી કૃષિના ત્રણેય કાયદાને પરત લેવામાં આવે. કિસાનોને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે, જો કિસાન રાષ્ટ્રદ્રોહી થઈ ગયા તો તમારૂ પેટ કોણ ભરશે? કિસાનોની ખેતી જતી રહી તો કિસાન ક્યાં જશે? કિસાનોની પાસે શું વધશે? તેમણે વિપક્ષ પર કિસાનોને ગેરમાર્ગે દોરવાના આરોપો પર પણ પલટવાર કર્યો છે.'


શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા


કિસાનોની ખેતી છીનવી મૂડીપતિઓને આપવા ઈચ્છે છે સરકાર
સિંધુ બોર્ડરની પાસે ગુરૂ તેગ બહાદુર સ્મારક પહોંચેલા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નવા કૃષિ કાયદા દ્વારા કિસાનો પાસે તેની ખીતીની જમીન છીનવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, 'આ ત્રણ કાયદા લાવ્યા છે, આ ત્રણેય કાયદા દ્વારા તે તેની ખેતી છીનવવા ઈચ્છે છે. તેની ખેતી તેના બે-ત્રણ મૂડીવાદી મિત્રોને આપવા ઈચ્છે છે. જો કિસાનોની ખેતી જતી રહેશે તો કિસાન ક્યાં જશે.'
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube