શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા
ઈડીએ શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ પીએમસી બેન્ક કૌભાંડ (PMC Bank Scam Case)ની તપાસ મામલામાં મોકલવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ પીએમસી બેન્ક કૌભાંડ (PMC Bank Scam Case)ની તપાસ મામલામાં મોકલવામાં આવ્યું છે. ઈડીએ વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે.
મહત્વનું છે કે ઈડીએ PMC બેન્ક કૌભાંડ મામલામાં તપાસમાં સામેલ થવા માટે સંજય રાઉતના પત્ની વર્ષાને સમન્સ જારી કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, આ મામલામાં પ્રવીણ રાઉત નામના એક આરોપીની પત્ની સાથે વર્ષા રાઉતની લેતી-દેતી થઈ છે. વર્ષા રાઉતને તે લેતી-દેતીના સંબંધમાં બોલાવવામાં આવ્યા છે. પરંતુ વર્ષા રાઉત તરફથી કહેવામાં આવ્યું છે કે તેણે સંપત્તિની ખરીદી માટે ઉધાર લેવામાં આવ્યા છે.
Enforcement Directorate sends notice to Varsha Raut, wife of Shiv Sena MP Sanjay Raut in connection with PMC Bank Scam. #Maharashtra
— ANI (@ANI) December 27, 2020
મહત્વનું છે કે ઈડીએ થોડા દિવસ પહેલા પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીણના એકાઉન્ટથી જે ટ્રાન્ઝેક્શન વર્ષા રાઉતના એકાઉન્ટમાં થયું તેને લઈને ઈડી જાણકારી મેળવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે