નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં નવા કૃષિ કાયદા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની કોપી ફાડી ગતી. તેમણે કહ્યુ કે, સરકાર વધુ કેટલા જીવ લેશે? અત્યાર સુધી 20થી વધુ કિસાન આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યા છે. એક-એક કિસાન ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠા છે. અંગ્રેજોથી ખરાબ ન બને સરકાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમે કહ્યુ કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલના ફાયદા સમજાવવામાં લાગ્યા કે તમારી જમીન જશે નહીં, એપીએમસી બંધ નહીં થાય. ભાજપ જણાવે કે કાયદાથી શું ફાયદો છે? ભાજપના નેતાઓને એક લાઇન ગોખવા આપવામાં આવી છે કે કિસાન દેશમાં ગમે ત્યાં પાક વેચી શકે છે. હવામાં વાત કરવાથી શું થશે? કિસાનોને નહીં ભાજપ વાળાને ભ્રમિંત કરવામાં આવ્યા છે, ભાજપ વાળાને અફીણ ખવડાવી દેવામાં આવ્યું છે. 


Farmers Protest પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું- 'ખેડૂતોને આંદોલનનો હક, પરંતુ...'


સીએમે કહ્યુ કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને નકારી રહી છે, કેન્દ્ર સરકાર અંગ્રેજોથી ખરાબ બનાવેલા કાયદાને પરત લે. દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાને રદ્દ કરવાનો સંકલ્પ પત્ર સ્વીકારી લેવામાં આવ્યો છે. 


જય જવાન, જય કિસાનના નારા લાગ્યા
મહત્વનું છે કે કૃષિ કાયદાને લઈને દિલ્હી વિધાનસભામાં ગુરૂવારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્રની શરૂઆત થવા પર મંત્રી કૈલાશ ગેહલોતે એક સંકલ્પ પત્ર રજૂ કર્યો, જેમાં ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. ત્યારબાદ દરેક વક્તાને બોલવા માટે પાંચ-પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલ, સોમનાથ ભારતીએ ગૃહમાં કૃષિ કાયદાની કોપી ફાડી. આ દરમિયાન જય જવાન, જય કિસાનના નારા લાગ્યા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube