Farmers Protest પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું- 'ખેડૂતોને આંદોલનનો હક, પરંતુ...'

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને રસ્તાઓ પરથી હટાવવા અંગે દાખલ થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. 

Farmers Protest પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું- 'ખેડૂતોને આંદોલનનો હક, પરંતુ...'

નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm laws) ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers) ને રસ્તાઓ પરથી હટાવવા અંગે દાખલ થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઈ. ખેડૂતોના આંદોલન (Farmers Protest) પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે ખેડૂતોને આંદોલનનો હક છે પરંતુ તમે કોઈ શહેરને આ રીતે બંધ કરી શકો નહીં. 

'ખેડૂતોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ'
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું કે અમે તમને (ખેડૂતો) પ્રદર્શન કરતા રોકી શકીએ નહીં. પરંતુ પ્રદર્શનનો એક હેતુ હોય છે. તમે ફક્ત ધરણા પર ન બેસી શકો. વાતચીત પણ કરવી જોઈએ અને વાતચીત માટે આગળ આવવું જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે પણ ખેડૂતોના હમદર્દી છીએ. અમે ફક્ત એ જ ઈચ્છીએ છીએ કે કોઈ સર્વસામાન્ય સમાધાન નીકળે. 

AG says notice has to be served to all the farmers' representatives who have been part of the government talks so far https://t.co/3TFcmb5ej4

— ANI (@ANI) December 17, 2020

પ્રદર્શનના કારણે ભાવ વધ્યા
વકીલ હરીશ સાલ્વેએ  કહ્યું કે પ્રદર્શનના કારણે ટ્રાન્સપોર્ટ પર અસર પડી છે. જે કારણે સામાનના ભાવ વધી રહ્યા છે. જો રસ્તા આ રીતે બંધ રહ્યા તો દિલ્હીવાળા માટે ખુબ મુશ્કેલીઓ ઊભી થશે. તેમણે એમ પણ કહ્યું કે પ્રદર્શનના અધિકારનો અર્થ એ નથી કે કોઈ શહેરને બંધ કરી દેવામાં આવે. 

CJI says, it's to enable discussions https://t.co/j4zOnhy1P2

— ANI (@ANI) December 17, 2020

કોરોના ફેલાવવાનું જોખમ
સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે 'પ્રદર્શનમાં હાજર ખેડૂતોમાંથી કોઈ ફેસ માસ્ક પહેરતા નથી, તેઓ મોટી સંખ્યામાં એક સાથે બેસે છે. કોવિડ-19 એક ચિંતાનો વિષય છે. ખેડૂતો અહીંથી ગામડે જશે અને ત્યાં કોરોના ફેલાવશે. ખેડૂતો બીજાના મૌલિક અધિકારોનું હનન કરી શકે નહીં.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news