નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) વિસ્તારમાં આજે સવારે એક ઈમારતમાં લાગેલી ભીષણ આગે (Fire) 43 લોકોનો ભોગ લઈ લીધો. આગ લાગવાની જાણકારી મળતા જ ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. ધુમાડાના ગોટેગોટામાં ફસાયેલા લોકો માટે દરેક પળ જીવલેણ સાબિત થઈ રહી હતી. આવામાં એક ફાયરકર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 11 લોકોના જીવ બચાવ્યાં. હવે આ 'રીયલ હીરો'ના ખુબ વખાણ થઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે આગ લાગવાની સૂચના મળતા જ જ્યારે ફાયરકર્મીઓ ત્યાં પહોંચ્યા તો સૌથી પહેલા ઈમારતમાં ઘૂસનારા રાજેશ શુક્લા (Rajesh Shukla) જ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Delhi Fire: મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...'


પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની બહાદૂરીના દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) પણ વખાણ કર્યાં અને હોસ્પિટલમાં તેમની મુલાકાત કરી. આ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ હાજર રહ્યા હતાં. 


Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં


કહેવાય છે કે જ્યારે આગ લાગી ત્યારે અનેક મજૂરો તો ગાઢ ઊંઘમાં સરી પડ્યા હતાં. ઈમારતમાં હવાની અવર જવર માટે પણ યોગ્ય વ્યવસ્થા નહતી. આથી અનેક લોકોના દમ ઘૂંટી જવાથી મોત નીપજ્યાં. દાઝી ગયેલા લોકો અને મૃતકોને આરએમએલ હોસ્પિટલ, એલએનજેપી અને હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમના સંબંધીઓ તેમને શોધવામાં લાગ્યા છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube