fire

PHOTOS સુરત: સગરામપુરામાં અપાર્ટમેન્ટમાં આગ લાગી, જીવ બચાવવા લોકો ચોથા માળેથી નીચે ઉતર્યા

સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Mar 1, 2021, 01:55 PM IST

ઝઘડિયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 24 કામદાર ઈજાગ્રસ્ત , 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવો અવાજ સંભળાયો

 • કંપનીને અડીને આવેલા દધેડા, ફુલવાડી, કરલસાડી ગામોમાં ધડાકાના કારણે લોકોના ઘરોના કાચ તૂટ્યા છે અને ભૂકંપ આવ્યો એ બીકે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા

Feb 23, 2021, 07:56 AM IST

Surat ની મનહર ડાઈંગમાં વહેલી સવારે ભીષણ આગ, સર્જાયો હતો અફરા તફરીનો માહોલ

સુરતના ખટોદરા બમરોલી રોડ પર આવેલા પંચશીલ નગર પાસે મનહર ડાઈંગમાં આગની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા આસપાસમાં આવેલા ચારથી પાંચ ગાડી અને ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા

Feb 15, 2021, 12:14 PM IST

સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 2 કિલોમીટર સુધી અવાજ સંભળાયો

દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લીધી હતી. સેલવાસમાં ફરસાણની એક દુકાનમાં મૂકાયેલ સિલિન્ડરમા બ્લાસ્ટ થતા જોરદાર ધમાકો થયો હતો. સાથે સામાન દૂર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનુ મોત નિપજ્યું છે.  

Feb 13, 2021, 04:28 PM IST

Delhi: ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોની સંપત્તિ અને 186 ઝૂપડાં બળીને ખાખ થયા

રાજધાની દિલ્હી (Delhi) ના ઓખલા ફેઝ-2ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ (Fire) ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમા આવેલા 186 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા. 

Feb 7, 2021, 08:55 AM IST

MP : બોનેટમાં છુપાવીને લઇ જઇ રહ્યા હતા 1.74 કરોડ રૂપિયા, રસ્તામાં ગાડીમાં લાગી આગ અને પછી...

આરોપીઓએ બોનેટ ખોલીને નોટોના બંડલ બહાર કાઢ્યા તો 500-500 રૂપિયાના અડધી સળગેલી નોટો ભારે પવન સાથે વેરાઇ ગઇ અને ઉડવા લાગી. આ જોઇને ગામવાળાએ પોલીસે સૂચના આપી દીધી. ત્યાં સુધી લગભગ દોઢ લાખ રૂપિયા સળગી ગયા હતા. 

Feb 4, 2021, 08:12 PM IST

અમદાવાદના પ્રખ્યાત મહારાજના સમોસા અને તેની આજુબાજુની દુકાનોમાં આગ, 8 ને રેસ્ક્યૂ કરાયા

આજે વહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક આગ (ahmedabad fire) નો બનાવ બન્યો છે. સરદાર પટેલના બાવલા પાસે આવેલી મહારાજ સમોસા અને આસપાસની કેટલીક દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. ભરચક વિસ્તારની વચ્ચે લાગેલી આગને કારણે ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત મહારાજ સમોસાની દુકાનના ભોયરામાં આગ લાગી હતી. જોકે, થોડી વારમાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા મહદઅંશે આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં 8 લોકોને રેસ્ક્યૂ કરાયા છે.

Feb 3, 2021, 07:56 AM IST

ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

શહેરનાં એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. 

Jan 21, 2021, 04:37 PM IST

વડોદરા : ચાઈનીઝ તુક્કલને કારણે મંગળ બજારના કાપડના ગોડાઉનમાં લાગી આગ

 • મંગળ બજારમાં એક મકાનમાં આગ લાગતા બાજુમાં આવેલું કપડાનું ગોડાઉન ચાઈનીઝ તુક્કલને કારણે આગના લપેટામાં આવ્યું હતું

Jan 15, 2021, 11:15 AM IST

Bhandara ની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ (Fire in Hospital) લાગવાના કારણે દસ બાળકોના મોત થયા છે. આગ શુક્રવારે અને શનિવારે મધરાત્રે લગભગ 2:00 વાગે લાગી હતી.

Jan 9, 2021, 07:27 AM IST

કતારગામના કાસાનગરમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ થયો રાખ

આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 

Jan 4, 2021, 08:44 AM IST

અમદાવાદ : પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસ આગમાં બળીને ખાખ થઈ

 • કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ
 • ફાયર વિભાગની 7 ગાડીઓએ 10 મિનીટમાં આગ કાબૂમાં કરી

Dec 29, 2020, 09:19 AM IST

ગોધરાની કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ડરના માર્યે આસપાસના ગામ ફટાફટ ખાલી થયા

પંમચહાલના ગોધરાના નાદરખા નજીક આવેલી કુશા કેમિકલમાં આજે બપોરે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, આસપાસના ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. અને જોતજોતામાં લોકોએ ગામ ખાલી કરવાનું શરૂ કર્યું હતું. આગ લાગતાં 20 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેથી લોકોએ 4 કિલોમીટર સુધીનો આખો વિસ્તાર ખાલી કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

Dec 21, 2020, 03:22 PM IST

CMએ ફાયર સેફટી પોલિસીની કરી જાહેરાત, ફાયર રેગ્યુલેશન સિસ્ટમનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય

ફાયર સેફટી ઓફિસરે દર ૬ મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે.

Dec 13, 2020, 05:34 PM IST

અમદાવાદમાં આગનો સિલસિલો યથાવત, વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

શહેરના વટવા વિસ્તારમાં આવેલી GIDCની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. ફાયરે બ્રિગેડ કોલ જાહેર કરીને આગને કાબૂમાં લેવા મા્ટે 40થી વધુ ફાયર ટેન્કરો મંગાવ્યા. આસપાસના તમામ પાણી સેન્ટરોને પણ એલર્ટ કરાયા.

Dec 9, 2020, 07:24 AM IST

અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા

 • આ આગના લપેટામાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો

Dec 6, 2020, 08:24 AM IST

ચોંકાવનારો ખુલાસો, રાજકોટની 24 માંથી 21 કોવિડ હોસ્પિટલોની ફાયર સેફ્ટીમાં ખામી નીકળી

 • રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં તેના પડઘા પડ્યા.
 • કોવિડ હોસ્પિટલ ઉપરાંત શહેરની અન્ય નાની મોટી 30 જેટલી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ત્રણ ટીમોની મદદથી ચેકિંગ કરાઈ રહ્યું છે

Dec 3, 2020, 12:22 PM IST

24 કલાકની અંદર જ રાજકોટ આગકાંડમાં 3 તબીબોની ધરપકડ બાદ જામીન મંજૂર

 • રાજકોટ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા ડો. તેજસ કરમટાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી

Dec 1, 2020, 03:22 PM IST

રાજકોટ આગકાંડમાં SCએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢીને કહ્યું, હકીકત ન છુપાવો

 • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે હકીકત દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
 • ગુજરાત સરકારના જવાબથી નાખુશ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે હકીકત દબાવવું ન જોઈએ.
 • યોગ્ય તથ્યો સાથે એક નવી અરજી દાખલ કરવાની સૂચના આપવી જોઈએ

Dec 1, 2020, 02:24 PM IST

રાજકોટ આગકાંડના પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઈલેક્ટ્રીક ગેઝેટમાં આગ લાગી હોવાની શક્યતા

 • આઇસીયુમાં 8 બેડ હતા. એલ.એન.ટી. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે.
 • પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે. 

Nov 28, 2020, 12:55 PM IST