નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ શુક્રવારે પ્રાઇવેટ (Private School) અને સરકારી સ્કૂલો (Government Schools) ને નિર્દેશ જાહેર કરતાં ગરીબ બાળકોને ઓનલાઇન ક્લાસીસ  (Online Classes) માટે લેપટોપ અને ઇન્ટરનેટ પેકેજ પુરા પાડવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આવી સુવિધાઓની ખોટ 'ભેદભાવ' અને 'ડિજિટલ રંગભેદ' પેદા કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની વચ્ચે ચીનથી આવી વધુ એક નવી બિમારી, આટલા લોકો થયા સંક્રમિત: જાણો લક્ષણ


તેમણે કહ્યું કે ઉપકરણ ઉપલબ્ધ ન હોવાથી એક જ ક્લાસમાં અભ્યાસ કરનાર એવા વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની તુલનામાં 'હીન ભાવના' અનુભવશે જે તેમના 'મન' અને મગજને પ્રભાવિત કરી શકે છે. ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ સંજીવ નરૂલાની પીઠે કહ્યું કે જો એક સ્કૂલ સ્વયં જ ઓનલાઇન સિસ્ટમ દ્વારા ક્લાસ ચલાવવાનો નિર્ણય કરે છે તો તેમને એ નક્કી કરવું જોઇએ કે આર્થિક દ્વષ્ટિએ નબળા વર્ગ (ઇડબ્લ્યૂએસ) અથવા વંચિત શ્રેણી અંતગર્ત આવનાર વિદ્યાર્થીઓને આ સુવિધાઓ તથા ઉપકરણ ઉપલબ્ધ થાય. 

ભારત બાદ અમેરિકામાં પણ બેન થયું TikTok, આ દિવસથી ડાઉનલોડિંગ પર પાબંધી


શિક્ષાનો અધિકાર કાનૂન-2009ની જોગવાઇનું ઉલ્લંઘન
કોર્ટે કહ્યું કે મહામારી હાલના સમયમાં એવા વિધાર્થીઓને જરૂર ઉપકરણ ઉપલબ્ધ ન કરાવવા, ખાસકરીને શિક્ષણના અધિકાર કાનૂન-2009ની જોગવાઇનું ઉલ્લંઘન હશે. તેમણે એમ પણ કહ્યું કે ભંડોળ વિનાની ખાનગી શાળાઓ, શિક્ષાના અધિકાર કાનૂન 2009 હેઠળ ઉપકરણ અને ઇન્ટરનેટ પેકેજ ખરીદવા પર આવેલી તર્કસંગતા ખર્ચની પ્રતિપૂર્તિ રાજ્ય પાસેથી પ્રાપ્ત કરવા પાત્ર છે, ભલે રાજ્ય આ સુવિધા તેમના વિદ્યાર્થીઓને પુરી પાડતી ન હોય. 


પીઠે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓની ઓળખ કરવા અને ઉપકરણોની આપૂર્તિ કરવાની સુચારુ પ્રક્રિયા માટે ત્રણ સભ્યોની સમિતિ રચવાના નિર્દેશ આપ્યા છે. સમિતિમાં કેન્દ્રના શિક્ષણ સચિવ અથવા તેમના પ્રતિનિધિ, દિલ્હી સરકારના શિક્ષણ સચિવ અથવા પ્રતિનિધિ અને ખાનગી સ્કૂલોના પ્રતિનિધિ સામેલ હશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube