Delhi અને Mumbai માટે રાહતના સમાચાર, કોરોના કેસમાં થયો ઘટાડો
COVID 19 Cases In Mumbai: મુંબઈમાં 24 કલાકમાં 11 હજાર 317 કેસની પુષ્ટિ થઈ છે અને 9 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેરમાં એક્ટિવ કેસ 84352 છે.
નવી દિલ્હીઃ COVID 19 Cases In Delhi: દિલ્હી અને મુંબઈમાં કોરોનાના નવા કેસમાં વધારાનો સિલસિલો યથાવત છે. પરંતુ કાલના મુકાબલે આજ બંને શહેરોમાં ઓછા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 24383 નવા કેસ સામે આવ્યા છે અને 34 લોકોના મૃત્યુ થયા છે. 26236 લોકો સંક્રમણથી સાજા થયા છે. આ સમયે શહેરમાં 32273 એક્ટિવ દર્દી છે. વિભાગે જણાવ્યું કે શહેરમાં સંક્રમણ દર 30.64 ટકા છે.
દિલ્હીમાં ગુરૂવારે 28 હજાર 867 કેસની પુષ્ટિ થઈ હતી, જે મહામારીની શરૂઆત બાદ એક દિવસમાં સૌથી વધુ વૃદ્ધિ છે. તો 31 દર્દીના મોત થયા હતા, જ્યારે સંક્રમણ દર 29.21 ટકા હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યાં છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી. કારણ કે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાનો અને મૃત્યુ દર ખુબ ઓછો છે. તેમણે લોકોને જવાબદારીથી કોરોના નિયમોનું પાલન કરવાનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચોઃ UP Election: સપા કાર્યાલય પર અખિલેશની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા, FIR દાખલ
મુંબઈમાં કોરોનાની સ્થિતિ
મુંબઈમાં શુક્રવારે 11317 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન નવ લોકોના મૃત્યુ થયા છે. બીએમસીએ પોતાના સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવ્યું કે, પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી 84 ટકા લક્ષણ વગરના છે. શુક્રવારે સાંજ સુધી મુંબઈમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 84352 છે. આ પહેલા 10702 કેસની સાથે મુંબઈમાં પાછલા દિવસની તુલનામાં ગુરૂવારે દૈનિક કોવિડ-19 કેસમાં 16.55 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ મુંબઈમાં કોરોના કેસમાં ઘટાડાની અસર રાજ્યના કેસ પર જોવા મળી નહીં અને ગુરૂવારે પણ 46 વધુ કેસ સામે આવ્યા હતા.
મુંબઈમાં સતત છઠ્ઠા દિવસે દૈનિક કોવિડ કેસમાં ઘટાડો થયો છે. ગુરૂવારે નવા દૈનિક કેસની સંખ્યા 13702 રહી જે બુધવાર (16240) ની તુલનામાં 16 ટકાનો ઘટાડો હતો. સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન પ્રમાણે મુંબઈમાં ગુરૂવારે 13702 નવા કેસ સામે આવ્યા અને છ મોત થયા હતા. બુધવારે મુંબઈમાં 16 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube