શું દિલ્હીમાં ભાજપ ફરીથી જીતશે સાત સીટો? કોંગ્રેસ-આપ ખોલી શકશે ખાતું?
રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે (ગુરૂવારે)મતોની ગણતરી થશે, જેમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે (ગુરૂવારે)મતોની ગણતરી થશે, જેમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.
દિલ્હીમાં લોકસભાની સાત સીટો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો ગણવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં દિલ્હીના લગભગ 1.43 કરોડ મતદારોમાંથી 60.21 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું
ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, કેંદ્વીય મંત્રી, ડો.હર્ષવર્ધાન અને ક્રિકેટરમાંથી ગૌતમ ગંભીર સામેલ છે.
લોકસભા ચૂંટણી 2019નું આજે પરિણામ, સવારે 8 વાગે મત ગણતરી શરૂ થશે, અડધા કલાકમાં મળશે પહેલો ટ્રેન્ડ | LIVE TV | EXIT POLL 2019
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં સાતેય સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. તે ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહેલી કોંગ્રેસ વાપસીની આશાઓ લગાવીને બેઠી છે. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન કેંદ્વો પર અને આસપાસમાં સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દીધી છે.