લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મત ગણતરીનું કાઉન્ટ ડાઉન, જાણો ખાસ ખાસ

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સાત તબક્કામાં લોકસભાની 542 બેઠકો પર ચૂંટણી સંપન્ન થઇ છે. હવે ભારે ઉત્સુકતા સાથે મત ગણતરીની રાહ જોવાઇ રહી છે. ગુરૂવારે સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. 
લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મત ગણતરીનું કાઉન્ટ ડાઉન, જાણો ખાસ ખાસ
LIVE Blog

લોકસભા ચૂંટણી 2019: વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સાત તબક્કામાં લોકસભાની 542 બેઠકો પર ચૂંટણી સંપન્ન થઇ છે. હવે ભારે ઉત્સુકતા સાથે મત ગણતરીની રાહ જોવાઇ રહી છે. ગુરૂવારે સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

22 May 2019
22:58 PM

છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તહેનાત હતાં. 

18:53 PM

મતગણતરીની પૂર્વ સંધ્યાએ ઇવીએમને લઇને સવાલ ઉઠતાં રાજકારણ ગરમાયું

चुनाव पर‍िणाम से पहले EVM पर हंगामा जारी, अमित शाह ने विपक्ष पर दागे 6 सवाल

18:37 PM

ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22  પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે. 

1. EVMની વિશ્વસનિયતા પર પ્રશ્ન ઉઠાવનારી આ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ ક્યારેક ને ક્યારેક તો EVM દ્વારા થયેલી ચૂંટણીઓમાં વિજય મેળવ્યાં છે. જો તેમને EVM પર વિશ્વાસ નથી તો આ પક્ષોએ ચૂંટણી જીત્યા બાદ સત્તાની કમાન કેમ સંભાળી?

2. દેશની સર્વોચ્ચ કોર્ટે 3થી વધુ PILને ધ્યાનમાં લીધા બાદ ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં દરેક વિધાનસભા વિસ્તારમાં પાંચ VVPATને ગણવાના આદેશ આપ્યા છે. તો શું તમે લોકો સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યાં છો?

3. મતગણતરીના માત્ર બે દિવસ પહેલા 22 વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનમાં માગણી પૂરેપૂરી ગેરબંધારણીય છે. કારણ કે આ પ્રકારના કોઈ પણ નિર્ણય તમામ પક્ષોની સર્વસંમતિ વગર શક્ય નથી. 

4. વિપક્ષે EVMના વિષય પર હોબાળો છ તબક્કાના મતદાન સમાપ્ત થયા બાદ શરૂ કર્યો. એક્ઝિટ પોલ બાદ તો તે વધુ તીવ્ર થઈ ગયો. એક્ઝિટ પોલ EVMના આધારે નહીં પરંતુ મતદારોને પ્રશ્ન પૂછીને કરાય છે. આથી એક્ઝિટ પોલના આધારે તમે EVMની વિશ્વસનિયતા પર કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકો છો? પ્રશ્ન ઉઠાવવા કેટલા યોગ્ય છે. 

5. EVMમાં ગડબડીના વિષય પર પ્રોએક્ટિવ પગલું ઉઠાવતા ચૂંટણી પંચે સાર્વજનિક રીતે પડકાર ફેંકીને તેના પ્રદર્શનનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ પડકારને કોઈ પણ વિરોધ પક્ષે સ્વીકાર્યું નહીં.

6. કેટલાક વિરોધ પક્ષ ચૂંટણી પરિણામ અનુકૂળ ન આવવા પર હથિયાર ઉઠાવવાની અને લોહીની નદીઓ વહાવવા જેવા આપત્તિજનક નિવેદનો આપે છે. વિપક્ષ જણાવે કે આવા હિંસાત્મક અને અલોકતાંત્રિક નિવેદનો દ્વારા તેઓ કોને પડકાર ફેંકી રહ્યાં છે? EVM પર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ફક્ત ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન છે, જેનાથી પ્રભાવિત થયા વગર આપણે બધાએ આપણા પ્રજાતાંત્રિક સંસ્થાનોને વધુ મજબુત કરવાના પ્રયત્નો કરવા જોઈએ

15:41 PM

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મત ગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચનો દાવો. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા છે. 

15:35 PM

મતદાન થયેલ 542 બેઠકો માટે ગુરૂવારે સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરાશે. 

Trending news