જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે.

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

નવી દિલ્હી: કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે કોંગ્રેસ સહિત 22 વિરોધ પક્ષોના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ જેમાં નિર્ણય લેવાયો કે આ પક્ષોના નેતાઓ સતત એક બીજાના સંપર્કમાં રહેશે અને જો એનડીએ બહુમતના આંકડાથી દૂર રહેશે તો ભાજપ સિવાયના પક્ષો સરકાર બનાવવાની દિશામાં તત્કાળ પગલું ભરશે. 

'વિરોધ પક્ષોના નેતાઓ સતત એકબીજાના સંપર્કમાં રહેશે'
વિરોધ પક્ષોના નેતાઓની આ યોજનાથી માહિતગાર એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે 'વિરોધ પક્ષોના નેતાઓ સતત એકબીજાના સંપર્કમાં રહેશે. જો એનડીએ બહુમત ન મેળવે તો તેવી સ્થિતિમાં તત્કાળ રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવશે.'

જુઓ LIVE TV

વિરોધ પક્ષોના નેતાઓની બેઠકમાં કોંગ્રેસના અહેમદ પટેલ, અશોક ગહેલોત, ગુલામ નબી આઝાદ, અને અભિષેક મનુ સિંઘવી, સીપીએમના સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, એસપીના રામગોપાલ યાદવ, બીએસપીના સતીષચંદ્ર મિશ્રા અને દાનિશ અલી, ડીએમકેના કનિમોઝી, આરજેડીના મનોજ ઝા, એનસીપીના પ્રફૂલ્લ પટેલ તથા માજિદ મેમણ સહિત અનેક પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતાં. 

વિરોધ પક્ષોની આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને બહુમત મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news