Delhi Violence: ટ્રેક્ટર પરેડમાં ઉપદ્રવ મચાવનારા પર સકંજો કસાયો, ભાગેડુ દીપ સિદ્ધુ સહિત 8 પર ઈનામ જાહેર
ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન ખુબ હોબાળો થયો. ઉપદ્રવીઓએ તોડફોડ કરી અને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો સુદ્ધા લગાવી દીધો. દિલ્હી પોલીસે હવે ઉપદ્રવીઓ પર સકંજો કસવાનો શરૂ કરી દીધો છે.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન ખુબ હોબાળો થયો. ઉપદ્રવીઓએ તોડફોડ કરી અને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો સુદ્ધા લગાવી દીધો. દિલ્હી પોલીસે હવે ઉપદ્રવીઓ પર સકંજો કસવાનો શરૂ કરી દીધો છે. ઉપદ્રવ મચાવનારા 12 લોકોની તસવીરો બહાર પાડવામાં આવી છે અને 8 આરોપીઓ પર ઈનામ જાહેર કરાયું છે.
આ 8 લોકોની છે તલાશ
દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ઉપદ્વવ મચાવનારા લોકોને શોધખોળ યુદ્ધસ્તરે શરૂ કરી દીધી છે. પોલીસે 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન થયેલી હિંસાના 8 આરોપીઓ પર ઈનામ જાહેર કર્યું છે. દીપ સિદ્ધુ સહિત 4 આરોપીઓના માથે 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે જ્યારે 4 અન્ય આરોપીઓ પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. મળતી માહિતી મુજબ દીપ સિદ્ધુ (Deep Sidhu), જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરુજંત સિંહ પર 1-1 લાખનું ઈનામ જાહેર કરાયું છે. જ્યારે જજબીર સિંહ, બૂટા સિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે.
Farmers Protest: ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર Rihanna એ કરી ટ્વીટ, આ ક્રિકેટરે આપ્યો જડબાતોડ જવાબ
મૃત ખેડૂતોના પરિજનોને વળતર?
બીજી બાજુ સરકારે પ્રદર્શન દરમિયાન મૃત ખેડૂતોના પરિવારોને વળતર મુદ્દે સ્થિત સ્પષ્ટ કરી દીધી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્પષ્ટપણે કહ્યું કે પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાનો સરકારનો કોઈ વિચાર નથી. અત્રે જણાવવાનું કે સરકાર સતત ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી રહી છે. અત્યાર સુધીની સરકાર અને ખેડૂતોની અનેક રાઉન્ડ વાતચીત નિષ્ફળ ગઈ છે. ગણતંત્ર દિવસ પર થયેલી બબાલ બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે તણાવ વધ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube