નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farmers Protest) વિરુદ્ધ કિસાનોની ટ્રેક્ટર રેલી  (Tractor Parade) મંગળવારે તોફાની બની હતી. ઘમા સ્થાળો પર કિસાન નિર્ધારિત રૂટ્સની બહાર ટ્રેક્ટર લઈને નિકળ્યા હતા. અનેક જગ્યાએ તોડફોડના સમાચાર સામે આવ્યા છે. તો પોલીસ અને કિસાનો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દિલ્હી પોલીસ (Delhi Police) પ્રમાણે પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણમાં પોલીસના 83 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 45ને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ (Delhi Police) ના જોઈન્ટ કમિશનર (ઈસ્ટર્ન રેન્જ) આલોક કુમારે આરોપ લગાવ્યો કે, કિસાનોએ ખુબ ઉગ્ર રીતે રેલી કરી. તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તરે કિસાન પ્રદર્શનકારીઓને શાંતિનો રસ્તો અપનાવવાની અપીલ કરી અને કહ્યું કે, તે નક્કી કરેલા રૂટ્સ પર પરત ફરે. શ્રીવાસ્તવે કહ્યુ કે, મંગળવારે કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ કિસાનોના પ્રદર્શનને ધ્યાનમાં રાખી અનેક રાઉન્ડની બેઠકો બાદ ટ્રેક્ટર રેલી (Tractor Parade) નો રૂટ ફાઇનલ કરવામાં આવ્યો હતો પરંતુ કિસાન નક્કી કરેલા રૂટની બહાર પણ ટ્રેક્ટર લઈને ગયા અને નિર્ધારિત સમય પહેલા લઈને ગયા. 


લાલ કિલ્લા પર પોલીસ પર હુમલો કરી રહ્યાં છે કિસાનો જુઓ વીડિયો


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube