નવી દિલ્હી : દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલે રવિવારે પાકિસ્તાન હાઇ કમિશ્નરનાં બે વીઝા અધિકારીઓ અને તેના ડ્રાઇવરની જાસુસીનાં આરોપમાં ઝડપી લીધા. બંન્ને પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI ના અધિકારીઓ હતા અને ભારતમાં વિઝા અધિકારી બનીને આવ્યા હતા. આરોપીઓને 24 કલાકની અંદર ભારત છોડવા માટેના આદેશ અપાયા છે. નવી દિલ્હીની કરોલબાગમાં ત્રણેયને પકડવામાં આવ્યા. ઘણા લાંબા સમયથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ! ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ

ભારતે પાકિસ્તાન હાઇકમિશનનાં બે અધિકારીઓનાં જાસુસીમાં સંડોવાયેલા હોવાની માહિતી બાદ પાકિસ્તાનનાં પ્રભારીએ વિરોધપત્ર આપ્યું હતું. પાકિસ્તાન હાઇકમિશનને તે સુનિશ્ચિત કરવા  માટે જણાવવામાં આવ્યું કે, કૂટનીતિક મિશનનો કોઇ પણ સભ્ય ભારત વિરોધી ગતિવિધીઓમાં સંડોવાયેલો ન હોવો જોઇએ. 


કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ

દિલ્હી પોલીસના અનુસાર આબિદ હુસૈન વિઝા સેક્શનમાં કામ કરતો હતો અને ડિસેમ્બર 2018માં ભારત આવ્યો હતો. આઇએસઆઇનો એજન્ટ છે. વિઝા આસિસ્ટન્ટ તરીકે પાકિસ્તાન હાઇકમીશનમાં કામ કરી રહ્યો હતો. તાહિર ખાન, આબિદ હુસૈનનો આસિસ્ટન્ટ હતો. ઓક્ટોબર 2015થી તે ભારતમાં હતો.


મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ 

બંન્નેએ ભારતીય સેનાનાં રોય નામનાં જવાન પાસેથી ગુપ્ત દસ્તાવેજો લીધા હતા ત્યારે જ રંગે હાથ તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંન્ને સતત સેના, રેલવે અને બીજા સરકારી વિભાગોનાં ગુપ્ત દસ્તાવેજો એકત્ર કરી રહ્યા હતા. કસ્ટડીમાં લેવાયેલા બંન્ને જાસુસોને પાકિસ્તાન મોકલવામાં આવશે. કારણ તે દૂતાવાસ કામ કરતા હોવાનાં કારણે તેમને ડિપ્લોમેટિક ઇમ્યુનિટી મળેલી હોય છે માટે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે નહી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube