કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ! ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ

કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ પેદા થયું છે. ગત્ત એક અઠવાડીયાથી સમાચારો આવી રહ્યા છે કે, ભાજપનાં 20 ધારાસભ્યો બળવો કરે તેવી શક્યતા છે. નારાજ ધારાસભ્યોનાં સમુહે રમેશ કટ્ટીનાં ઘરે બેઠક કરી, એવી ચર્ચા કર્ણાટકનાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ જ સવાલ જ્યારે આજે ડેપ્યુટી સીએમ ડૉ.સીએન અશ્વથ નારાયણને પુછવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, કોઇ પણ યેદિયુરપ્પા સરકારને અસ્થિર કરવામાં સફળ નહી થાય અને તેઓ પોતાનો બાકી રહેલો 3 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરશે.
કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ! ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ

બેંગ્લુરૂ : કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ પેદા થયું છે. ગત્ત એક અઠવાડીયાથી સમાચારો આવી રહ્યા છે કે, ભાજપનાં 20 ધારાસભ્યો બળવો કરે તેવી શક્યતા છે. નારાજ ધારાસભ્યોનાં સમુહે રમેશ કટ્ટીનાં ઘરે બેઠક કરી, એવી ચર્ચા કર્ણાટકનાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ જ સવાલ જ્યારે આજે ડેપ્યુટી સીએમ ડૉ.સીએન અશ્વથ નારાયણને પુછવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, કોઇ પણ યેદિયુરપ્પા સરકારને અસ્થિર કરવામાં સફળ નહી થાય અને તેઓ પોતાનો બાકી રહેલો 3 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરશે.

નારાયણે મૈસુરમાં પત્રકારોને જણાવ્યું કે, કોઇ પણ સરકારને અસ્થિર કરી શકશે નહી. તે સ્થિર છે. અમે અમારો બાકી રહેલો ત્રણ વર્ષનો કાર્યકાળ પુર્ણ કરીશું અને આગળ પણ અમારી પાર્ટી ચૂંટાઇને આવશે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ભાજપમાં વિદ્રોહ અને પાર્ટી વિરોધી ગતિવિદિઓ માટે કોઇ જ સ્થાન નથી. કેટલાક લોકોને આશા હશે પરંતુ જ્યાં સુધી પાર્ટીનો સવાલ છે અહીં આવી વસ્તુઓને કોઇ જ ગુંઝાઇશ નથી.

સુત્રો અનુસાર રમેશ કટ્ટી રાજ્યસભા ચૂંટણીમાં જીતવા ઇચ્છે છે. બેઠકમાં રહેલા કેટલાક ધારાસભ્યો કથિત રીતે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના કામકાજથી નાખુશ છે. બેઠકમાં હાજર રહેનારા ધારાસભ્યોમાં વિજયપુરાનાં એમએલએ બીપી યતનાલે મુખ્યમંત્રી સમક્ષ પ્રતિવેદન છતા કામ નહી થતું હોવાની ફરિયાદ કરીને નિરાશા વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news