દિલ્હીમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, પાલમમાં પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો
2014માં પાલમમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, દિલ્હીમાં પ્રી મોનસુન દરમિયાન હળવો વરસાદ પણ થયો નથી
નવી દિલ્હી : પ્રી મોનસુનમાં મોડુ થવા વચ્ચે દિલ્હીમાં ભારે ગરમી પડી રહી છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમીએ પોતાનાં તમામ રેકોર્ડ તોડી દીધા અને પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયા. હવામાનની માહિતી આપનારી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટના અનુસાર સોમવારનાં દિવસે રાષ્ટ્રીય રાજધાનીનાં અત્યાર સુધીનાં ઇતિહાસનો સૌથી ગરમ દિવસ રહ્યો. હવામાન વિભાગ (IMD) ના અનુસાર પાલમમાં તાપમાન 48 ડિસ્ગી સેલ્સિયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, પ્રી મોનસુન એક્ટિવિટી ધીમી છે ત્યારે દિલ્હીમાં ગરમી ખુબ જ જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી વાસીએ ત્રાહીમામ પોકારી ચુક્યા છે. સવારે 9 વાગ્યા સુધીમાં સ્થિતી એવી સ્થિતી સર્જાય છે કે બપોરનાં 2 વાગ્યા હોય.
બેનામી બેંક ખાતાના કેસમાં પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ જરદારીની ધરપકડ
સ્કાઇમેટનાં વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવાતના અનુસાર દિલ્હીનાં પાલન 9 જુન 2014નાં 47.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તુટી ચુક્યો છે. આજનું તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. આ જુનનો અને દિલ્હીના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ હતો. રાજધાનીમાં સવારથી જ તડકો અને બપોર સુધીમાં તો અસહ્ય તાપ પડવા લાગ્યા. સવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું 27.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. આઇએમડીના અનુસાર લુથી આગામી બે દિવસ સુધી રાહત નહી મળે અને ધુળ ભરેલી આંધી ચાલશે. રવિવારે લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અને મહત્તમ તાપમાન સરેરાશથી ચાર ડિગ્રી વધારે 43.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ
કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?
શા માટે વધી રહ્યું છે તાપમાન?
ભારત હવામાન વિભાગનાં ક્ષેત્રીય હવામાન પુર્વાનુમાન પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, ગરમ પશ્ચિમી હવાઓ, પશ્ચિમી વિક્ષોભનું મેદાની વિસ્તાર પર કોઇ પ્રભાવ નહી પડે અને જુનનાં મહિનામાં ભારે ગરમીનાં કારણે તાપમાન એટલું વધારે છે, તેમણે કહ્યું કે, દક્ષિણ પશ્ચિમ હવાઓનાં કારણે સંભવત મંગળવાર તાપમાનમાં એક બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો પરંતુ લુ ચાલતી રહેશે.