બેનામી બેંક ખાતાના કેસમાં પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ જરદારીની ધરપકડ
પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખોટા બેંક એકાઉન્ટ મુદ્દે સોમવારે ધરપકડ કરી લેવામાં આવી છે. એએનબીની એક ટીમ ઝરદારીના ઘરે પહોંચી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ અધ્યક્ષ ઝરદારીની ધરપકડ કરી લેવામાં આવી. બેનામી બેંક એકાઉન્ટ મુદ્દે ઇસ્લામાબાદ હાઇકોર્ટે જરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે ત્યાર બાદ એનએબીને જરદારી અને ફરયાલની ધરપકડ માટેનાં આદેશ આપ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખોટા બેંક એકાઉન્ટ મુદ્દે સોમવારે ધરપકડ કરી લેવામાં આવી છે. એએનબીની એક ટીમ ઝરદારીના ઘરે પહોંચી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ અધ્યક્ષ ઝરદારીની ધરપકડ કરી લેવામાં આવી. બેનામી બેંક એકાઉન્ટ મુદ્દે ઇસ્લામાબાદ હાઇકોર્ટે જરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે ત્યાર બાદ એનએબીને જરદારી અને ફરયાલની ધરપકડ માટેનાં આદેશ આપ્યા હતા.
બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી
નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો (એનએબી) દ્વારા બેનામી બેંક એકાઉન્ટ કેસનો સામનો કરી રહેલા પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (પીપીપી) ના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીની ધરપકડ કરી છે. સોમવારે આ મુદ્દે જરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરને ઇસ્લામાબાદ હાઇકોર્ટની ઝાટકણી કાઢતા સ્થાઇ જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે જ કાયદા અને અન્ય એજન્સીઓએ જરદારી અને તેની બહેનની ધરપકડ કરવા માટેનો આદેશ પણ આપ્યો. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી.
કઠુવા મુદ્દે ઓવૈસીનું ભાજપ પર નિશાન, તેના મંત્રી આરોપીઓનાં સમર્થનમાં કેમ ?
નકલી ખાતા મુદ્દે ન્યાયાધીશ અમીર ફારુક અને ન્યાયમૂર્તિ મોહસિન અખ્તાર ક્યાનીની ખંડપીઠે બંન્ને સ્થાયી જામીનની સુનવણી કરી રહ્યા હતા. બંન્ને પર નકલી બેંક ખાતાઓ અને અનેક મુખ્યધારાની બેંકો દ્વારા અબજો રૂપિયા બેનામી સંપત્તી ટ્રાન્સફર કરવાનો કેસ ચાલી રહ્યો છે. આ બેનામી ખાતાઓનો ઉપયોગ લાંચ દ્વારા મળેલી રકમને ઠેકાણે પાડવા માટે કવરામાં આવ્યો. અહેવાલ અનુસાર જરદારી અને તાલપુર સહિત 7 લોકો કથિત રીતે કુલ 35 અબજ રૂપિયાની શંકાસ્પદ લેવડ દેવડ માટે ખાસ બેંક ખાતાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે