કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?

જમ્મુ કાશ્મીરના કઠુવા ગેંગરેપ અને મર્ડર કેસને 17 મહિના બાદ ઇંસાફ મળી ચુક્યો છે. પઠાણકોટ સેશન કોર્ટે 7માંથી 6 આરોપીઓને દોષીત ઠેરવ્યા બાદ સોમવારે સજાની જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે મુખ્ય કાવત્રાખોર સાંજી રામ, પરવેશ કુમાર અને પોલીસ અધિકારી દીપક ખજુરિયાને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ પોલીસ ઓફીસર સુરેન્દ્ર શર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આનંદ દત્તાને પાંચ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 
કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કઠુવા ગેંગરેપ અને મર્ડર કેસને 17 મહિના બાદ ઇંસાફ મળી ચુક્યો છે. પઠાણકોટ સેશન કોર્ટે 7માંથી 6 આરોપીઓને દોષીત ઠેરવ્યા બાદ સોમવારે સજાની જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે મુખ્ય કાવત્રાખોર સાંજી રામ, પરવેશ કુમાર અને પોલીસ અધિકારી દીપક ખજુરિયાને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ પોલીસ ઓફીસર સુરેન્દ્ર શર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આનંદ દત્તાને પાંચ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 

LIVE: કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા
ગત્ત વર્ષે 10 જાન્યુઆરીએ બકરવાલ સમુદાયની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 17 જાન્યુઆરીએ તેનું શબ ક્ષત વિક્ષત સ્થિતીમાં મળી આવ્યું હતું. આ ચોંકાવનારા કેસની વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા અને પીડિત માટે ન્યાયની અપીલ કરવામાં આવી. આ વિભત્સ મુદ્દે જમ્મુ કાશ્મીર પોલીસે 15 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. 

હવે પાક. PM દેશવાસીઓને ધમકાવી પડાવશે પૈસા? સંપત્તી જાહેર કરવા ફરમાન
ચાર્જશીટ અનુસાર બકરવાલ સમુદાયની આ માસુમ બાળકીનું અપહરણ, રેપ અને મર્ડર વિસ્તાર સાથે લઘુમતી સમુદાયને હટાવવાની એક કાવત્રાનો હિસ્સો હતો. દોષીતોની વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં લાગુ રણબીર પેનલ કોડ (આરપીસી)ના આધારે સજા ફટકારવામાં આવી. કઠુઆ કાંડનાં દોષીતોને કઇ કલમ હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા.

બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી
સાંઝી રામ- આરપીસી કલમ 302 (હત્યા), 376 (દુષ્કર્મ), 120 બી (કાવત્રુ) હેઠળ દોષીત ઠેરવાયા બાદ કોર્ટે ઉંમર કેદની સજા ફટકારી છે. રાસના ગામમાં દેવીસ્થાન, મંદિરનાં સેવક સાંઝીરામને મુખ્ય કાવત્રાખોર ગણાવાયો છે. માસ્ટર માઇન્ડ સંજી બકરવાલ સમુદાયને હટાવવા માટે આ ક્રુર કૃત્યને પાર પાડ્યું હતું. તેના માટે તેણે પોતાનાં તરૂણ ભત્રીજા અને અન્ય છ લોકોને સતત ભડકાવ્યા હતા. 

આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો
આનંદ દત્તા : આરપીસીની કલમ 201 (પુરાવાનો નાશ) કરવા બદલ દોષીત ઠેરવ્યા બાદ દત્તાને 5 વર્ષની કેદ કરવામાં આવી છે. સબ ઇંસ્પેક્ટર આનંદ દત્તાએ સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લાંચ તરીકે લઇને મહત્વપુર્ણ પુરાવાઓ નાશ કર્યા હતા. 

US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!
પરવેશ કુમાર : આરપીસીની કલમ 120 બી, 302 અને 376 હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા બાદ પરવેશને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. પરવેશ આ મુદ્દે કાવત્રુ રચવામાં પણ આરોપી હતો. પરવેશ બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. 

બિહાર: શક્તિ સિંહ ગોહિલને લઇ બબાલ, હવે આ નેતાએ કહ્યું- ‘કોંગ્રેસમાંથી કરો બહાર’
દીપક ખજુરિયા : આરપીસીની 120 બી, 302,34, 376 ડી, 363, 201, 343 હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા બાદ ખજુરીયાને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયાએ બાળકીને નશીલી દવાઓ આપીને દુષ્કર્મ કર્યું. ત્યાર બાદ તેનું ગળુ દબાવીને તેને મારી નાખ્યો હતો. 

માત્ર અશ્લીલ ફોટા પોતાની પાસે રાખવા એ દંડનીય ગુનો નથી: કેરળ હાઇકોર્ટ
સુરેંદર વર્મા - આરપીસીની કલમ 201 હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા બાદ વર્માને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં વિશેષ પોલીસ અધિકારી સુરેન્દ્ર વર્માને પણ પુરાવા નષ્ટ કર્યા હતા. 

ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ
તિલક રાજ - આરપીસીની કલમ 201 હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા બાદ તિલક રાજને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ તિલક રાજે પણ સાંજી રામ પાસેથી લાંબ લઇને મહત્વપુર્ણ પુરાવાઓ નષ્ટ કર્યા હતા. 
જ્યારે કઠુવા ગેંગરેપ અને મર્ડર કેસમાં સાતમો આરોપી સાંજીરામના પુત્ર વિશાલને કોર્ટે નિર્દોષ છોડી મુચ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news