નવી દિલ્હી: 26 જાન્યુઆરીના રોજ દિલ્હી (Delhi) માં ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુ (Deep Sidhu) ની પોલીસે ધરપકડ કરી છે. લગભગ 15 દિવસ સુધી પોલીસને ચકમો આપીને સંતાઈ રહેલો દીપ સિદ્ધુને આજે સવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દબોચી લીધો. પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. હાલ જો કે દીપ સિદ્ધુની ધરપકડ ક્યાંથી થઈ તે હજુ માહિતી મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જાહેર કર્યું હતું એક લાખનું ઈનામ
26 જાન્યુઆરીના રોજ  દિલ્હીમાં લાલ કિલ્લા (Red Fort)  ઉપરાંત અનેક જગ્યાઓ પર હિંસા થયા બાદ 27 જાન્યુઆરી (Republic Day 2021) ના રોજ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ (Deep Sidhu) પર ભડકાઉ ભાષણ આપવા અને ઉપદ્રવ માટે લોકોને ઉક્સાવવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. પોલીસે દીપ સિદ્ધુ સામે લૂક આઉટ નોટિસ પણ બહાર પાડી હતી. પરંતુ તે સામે આવ્યો નહી. ત્યારબાદ પોલીસે દીપ સિદ્ધુની ધરપકડની સૂચના આપનારાને એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. 


Farmers Protest: PM મોદીએ ખેડૂતોને આપ્યો સ્પષ્ટ સંદેશ, 'MSP હતી, છે અને રહેશે'


કોણ છે દીપ સિદ્ધુ?
દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો. સિદ્ધુનો શરૂઆતનો અભ્યાસ  પંજાબમાં થયો અને ત્યારબાદ તેણે લોમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ કિંગફિશર મોડલ હંટ અને ગ્રેસિમ મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને જીતીને મોડેલિંગમાં લાગી ગયો. જો કે મોડલિંગમાં સિદ્ધુને બહુ સફળતા મળી નહી અને તે પાછો લો ફિલ્ડમાં આવી ગયો. 


આ દરમિયાન સિદ્ધુએ બ્રિટિશ ફર્મ હેમન્ડ્સ સાથે કરતા વખતે ડિઝ્ની, સોની પિક્ચર્સ અને બાલાજી જેવા અનેક પ્રોડ્ક્શનનું કામ જોયુ. બાલાજી ટેલિફિલ્મ્સમાં લીગલ હેડ તરીકે કામ કરતા સિદ્ધુએ એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. અને ત્યારબાદ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube