નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારની આલોચના કરતા રવિવારે આરોપ લગાવ્યો કે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય પોતાના કેટલાક ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવાનો હતો અને તેણે ભારતીય અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. ગાંધી અને કોંગ્રેસ આરોપ લગાવતા રહ્યાં છે કે 2016મા કરવામાં આવેલી નોટબંધી લોકોના હિતમાં નહતી અને તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. આ આરોપને સરકારે વારંવાર નકાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સાથે કરી ભારતની તુલના
નોટબંધીના વિરોધમાં પાર્ટીના ઓનલાઇન અભિયાન 'સ્પીક અપ અગેંસ્ટ ડિમો ડિઝાસ્ટર' હેઠળ જારી એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, સવાલ તે છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા કઈ રીતે ભારતની અર્થવ્યવસ્થાથી આગળ વધી ગઈ. કારણ કે એક સમય હતો જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઉચ્ચ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થાઓમાંથી એક હતી. ગાંધીએ હિન્દીમાં કહ્યું, 'સરકાર કહે છે કે તેનું કારણ કોવિડ છે, પરંતુ જો આ કારણ હોય તો કોવિડ બાંગ્લાદેશ અને વિશ્વમાં અન્ય જગ્યાએ પણ છે. કારણ કોવિડ નથી, નોટબંધી અને જીએસટી કારણ છે.'


Joe Biden અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ભારત માટે આવ્યા સારા સમાચાર 


કાળાનાણા વિરુદ્ધ લડાઈને ગણાવી ખોટી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થા પર એક હુમલો શરૂ કર્યો હતો. તેમણે કિસાનો, શ્રમિકો અને નાના દુકાનદારોને નુકસાન પહોંચાડ્યું હતું. મનમોહન સિંહજીએ કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થાને બે ટકા નુકસાન થશે અને તે આપણે જોયુ હતું. ગાંધીએ કહ્યુ કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ કાળા નાણા વિરુદ્ધ લડાઈ છે પરંતુ તેમ નથી. ગાંધીએ આરોપ લગાવ્યો, આ વાત ખોટી હતી. આ તમારા પર હુમલો હતો. મોદી તમારા પૈસા લેવા ઈચ્છતા હતા અને તે પોતાના 2-3 ઉદ્યોગપતિ મિત્રોને આપવા ઈચ્છતા હતા. તમે લાઇનમાં ઉભા રહ્યા, તે લાઇનમાં તેના ઉદ્યોગપતિ મિત્રો નહતા. તમે તમારા પૈસા બેન્કોમાં રાખ્યા અને પ્રધાનમંત્રી મોદીએ તે પૈસા પોતાના મિત્રોને આપ્યા અને તેમની 3,50,000 કરોડ રૂપિયાની લોન માફ કરી. 


J&K: કુપવાડામાં આતંકી અથડામણ, એક કેપ્ટન સહિત 3 જવાન શહીદ


જીએસટીને ગણાવ્યું અયોગ્ય
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, મોદીએ ત્રુટિપૂર્ણ જીએસટી લાગૂ કર્યું અને નાના, મધ્યમ વેપાર બરબાદ થઈ ગયા, કારણ કે તેમણે પોતાના ત્રણ-ચાર ઉદ્યોગપતિ દોસ્તો માટે માર્ગ સરળ કર્યો. ગાંધીએ આરોપ લગાવ્યો કે, હવે કિસાનોને ત્રણ નવા કૃષિ કાયદા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે જે કિસાનોને સમાપ્ત કરી દેશે. ગાંધીએ કહ્યું કે, મોદીએ ભારતના ગૌરવ- તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube