J&K: કુપવાડામાં આતંકી અથડામણ, એક કેપ્ટન અને 2 જવાન શહીદ, 3 આતંકી પણ ઠાર

ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ એકવાર ફરીથી પાકિસ્તાનના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. જો કે આ ઓપરેશનમાં આર્મીના એક કેપ્ટન અને એક જવાન સહિત 3 જવાનો શહીદ થયા છે.

J&K: કુપવાડામાં આતંકી અથડામણ, એક કેપ્ટન અને 2 જવાન શહીદ, 3 આતંકી પણ ઠાર

નવી દિલ્હી: ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ એકવાર ફરીથી પાકિસ્તાનના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. જો કે આ ઓપરેશનમાં આર્મીના એક કેપ્ટન અને એક જવાન સહિત 3 જવાનો શહીદ થયા છે. એક જવાન બીએસએફનો હોવાનું કહેવાય છે.

— ANI (@ANI) November 8, 2020

રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે સેનાની પેટ્રોલિંગ ટુકડીએ ઘૂસણખોરી કરતા આતંકીઓને રોક્યા, ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. 7-8 નવેમ્બરની રાતે લગભગ એક વાગે નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં) પેટ્રોલિંગ ટુકડીએ કેટલાક અજાણ્યા લોકોને સંદિગ્ધ ગતિવિધિઓ કરતા જોયા હતા. 

— ANI (@ANI) November 8, 2020

કર્નલ કાલિયાએ જણાવ્યું કે ફાયરિંગમાં 3 આતંકીઓ ઠાર કરાયા. આ દરમિયાન દેશ માટે કોન્સ્ટેબલ સુદીપ સરકારે પોતાના જીવનું બલિદાન આપ્યું. ત્યારબાદ ઓપરેશન દરમિયાન એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા. અથડામણના સ્થળેથી એક એકે રાયફલ અને બે થેલા મળી આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news