Royal Enfield: દિવાળી  (Diwali 2023)  નજીક આવી રહી છે. આ સાથે કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ અને ગિફ્ટ  (Diwali Gifts) આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ભેટ તરીકે રોકડ આપી રહ્યા છે અને કેટલાક મીઠાઈઓ અથવા સૂકા ફળો આપી રહ્યા છે. કેટલીક સંસ્થાઓ કેટલીક મોંઘી વસ્તુઓ પણ ભેટમાં આપી રહી છે. પરંતુ, ચાના બગીચાના માલિકે પોતાના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં રોયલ એનફિલ્ડ બાઇક આપીને બધાનું દિલ જીતી લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને રોકવું માત્ર મુશ્કેલ જ નથી છે હવે અશક્ય, આ 5 કારણોથી બનશે વર્લ્ડ ચેમ્પિયન!
ભારતને રોકવું માત્ર મુશ્કેલ જ નથી છે હવે અશક્ય, આ 5 કારણોથી બનશે વર્લ્ડ ચેમ્પિયન!

Team India: જે કમાલ 2011 વર્લ્ડકપમાં યુવરાજ સિંહે કર્યો, તે 12 બાદ ભારતીયે કર્યો ફરી પુનરાવર્તિત


નીલગિરી જિલ્લાના કોટાગિરીના ચાના બગીચાના માલિક પાસેથી મોંઘી બાઇક ભેટમાં મળતાં કર્મચારીઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. કર્મચારીઓને બાઇકની ચાવી આપ્યા બાદ માલિક પણ તેમની સાથે બાઇક પર મસ્તી કરવા નીકળ્યા હતા. આ પહેલાં પણ કંપનીઓ કર્મચારીઓને ટીવી, વોશિંગ મશીન, ફ્રીઝ જેવી ભેટો આપતી રહી છે.


Quiz: ચા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે? 99 ટકા લોકોને ખબર નહી હોય
Diwali પહેલાં લોકોને મોટી ભેટ, તેલના ભાવમાં ઘટાડો, ફટાફટ જાણી લો તાજા ભાવ


પંચકુલાની ફાર્મા કંપનીએ આપી કાર
હરિયાણાના પંચકુલામાં એક ફાર્મા કંપનીએ પોતાના 12 કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં કાર આપી છે. આ અદ્ભુત દિવાળી ગિફ્ટ મેળવનારાઓમાં કંપનીનો ઓફિસ બોય પણ સામેલ છે. કંપનીના ડાયરેક્ટર એમકે ભાટિયાનું કહેવું છે કે મિસ્ટકાર્ટ ફાર્મા તેના કર્મચારીઓની મહેનતના કારણે જ આજે આ પદ પર પહોંચી છે. તેમણે કહ્યું કે મિટ્સકાર્ટ કંપની થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી. આ કર્મચારીઓ શરૂઆતથી તેની સાથે નજીકથી કામ કરી રહ્યા છે. કંપનીએ ઓફિસ બોય મોહિતને એક કાર પણ ગિફ્ટ કરી છે. ભાટિયા કહે છે કે મોહિત શરૂઆતથી જ કંપની સાથે છે અને પૂરી મહેનત અને સમર્પણ સાથે કામ કરે છે.


27 નવેમ્બર સુધી ભૂલથી પણ ન કરો આ કામ, દેવી-દેવતાઓની નારાજગીથી થશે મોટું નુકસાન
Good Morning Tips: સવારે ઉઠીને સૌથી પહેલાં કેમ જોવી જોઇએ હથેળી, જાણો કારણ અને મહત્વ


હીરાના વેપારી મોંઘીદાટ ભેટ આપવા માટે પ્રખ્યાત 
સુરતની પ્રખ્યાત હીરા કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટર (SRK) ના માલિક ગોવિંદભાઈ ધોળકિયા દિવાળી પર તેમના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે પ્રખ્યાત છે. તેમણે મોંઘીદાટ કાર પણ ગિફ્ટ કરી છે. ગયા વર્ષે એટલે કે 2022 માં, દિવાળી પર તેમણે તેમના કર્મચારીઓને સોલર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપી હતી. સમગ્ર વિશ્વમાં ડાયમંડ કટિંગ અને એક્સપોર્ટના ક્ષેત્રમાં SRK એક મોટું નામ છે. આશરે $1.8 બિલિયનની બજાર મૂડી ધરાવતી આ કંપની હાલમાં 6 હજારથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડી રહી છે.

નવેમ્બરમાં ધૂમ મચાવવા આવી રહી છે આ કાર્સ, ગ્રાહકોને મળશે એક-એકથી ચઢિયાતા ઓપ્શન
Nepal Earthquake: પશ્વિમ નેપાળમાં 520 વર્ષમાં નથી આવ્યો કોઇ મોટો ભૂકંપ, શું ધ્રૂજતી ધરતી આપી રહી છે 'તાંડવ' નો ઇશારો?